🔥 TRENDING Khaas report mr Nazir Ahmad Sofi *जिले की छह पंचायत समितियों में उप प्र... காரைக்குடியில் மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட... Aaditya Thackeray Declares Shiv Sena (... Congress Reminds NCP Leader Shivraj Si... Raj Thackeray Criticizes NCP-SP Over D...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદા જિલ્લામાં શિક્ષણને મળશે નવી દિશા: ૨૨૬ શાળાઓમાં ૨૭૪ વિદ્યાસહાયકોની ફાળવણી

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 28 Nov 2026, 06:05 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા અને આદિજાતિ વિસ્તારનાં બાળકોને શિક્ષણની વધુ સારી તકો પૂરી પાડવાના હેતુથી વિદ્યાસહાયક ભરતી-૨૦૨૬ અંતર્ગત ૨૨૬ શાળાઓ માટે ૨૭૪ ઉમેદવારોની રાજ્યકક્ષાએથી ફાળવણી કરવામાં આવી છે. આ ભરતીથી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શિક્ષકબળ મજબૂત બનશે અને અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ઉપલબ્ધતા વધશે.

નર્મદા જિલ્લો આદિજાતિ બાહુલ્ય ધરાવતો હોવાથી અહીં શિક્ષણનું વિશેષ મહત્ત્વ છે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારનાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, યોગ્ય માર્ગદર્શન અને શાળાઓમાં શિક્ષકોની નિયમિત ઉપલબ્ધતા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાસહાયક ભરતી અંતર્ગત થયેલી આ ફાળવણીથી શિક્ષણની મુખ્યધારાથી દૂર રહી જતા બાળકોને પણ શિક્ષણ સાથે જોડવામાં મદદ મળશે.

જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક સુવિધાઓની સાથે શિક્ષકબળ વધારવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ૨૨૬ શાળાઓ માટે ૨૭૪ ઉમેદવારોની ફાળવણીથી શાળાઓની શૈક્ષણિક કામગીરીને વેગ મળશે. નવા નિમણૂક પામનારા શિક્ષકો બાળકોને શિક્ષણની સાથે જીવનમૂલ્યો, સંસ્કાર અને આત્મવિશ્વાસનું સિંચન કરી તેમના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો નિમણૂક ફાળવણી કાર્યક્રમ

નિમણૂક ફાળવણી કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગોવિંદભાઈ ભીલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય મંજુલાબેન ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારીના પ્રતિનિધિ કપિલભાઈ કટારીયા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ અને જિલ્લા શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉમેદવારોને નિમણૂક ફાળવણી આપવામાં આવી હતી.

વિદ્યાસહાયક ભરતી-૨૦૨૬ અંતર્ગત થયેલી આ ફાળવણીથી નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નવી આશા જાગી છે. ખાસ કરીને આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારનાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પૂરતું માર્ગદર્શન મળી રહે તે દિશામાં આ પહેલ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
📲Get App