🔥 ट्रेंडिंग राष्ट्रपति द्रौपदी मुर्मु ने केरल, मिज... त्रिपुरा में आज नागरिक चुनाव, मतदाता उ... ऑक्सफ़ोर्ड संग्रहालय से 100 साल बाद ना... मणिपुर ट्रांसपोर्ट यूनियन ने राष्ट्रीय... मणिपुर के सीएम ने 36 समुदायों का समान... मनिपुर में NPCM ने न्यू हेवन हत्याओं प...
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ખાતે સંવિધાન દિવસ ની ઉજવણી.

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 27 नव. 2026, 02:00 PM 👁 28
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ખાતે સંવિધાન દિવસ ની ઉજવણી.
રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ , રાજુલા ખાતે 26 નવેમ્બર 2026 ના રોજ સંવિધાન ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ પ્રિન્સિપાલ શ્રી ડો. રીટાબેન રાવળ દ્વારા સંવિધાન દિવસ ની ઉજવણી નો હેતુ વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવામાં આવ્યો. સંવિધાન ભારત રાષ્ટ્ર ની સુદીર્ઘ વ્યવસ્થા નું સુચારૂ સંચાલન કરી. ભારતની સુખાકારી વ્યવસ્થા માટે સક્રિય છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા ના અધિકારોને મજબૂત બનાવી અખંડ ભારત નિર્માણ કરી વિશ્વગુરુ ના સ્થાને છે. ભારત રાષ્ટ્ર ના નવનિર્માણ માટે ફરજોનું પણ પાલન કરવા પ્રેરિત કરે છે. સંવિધાન ગૌરવ દિન નિમિતે પ્રશ્નોતરી કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન એન. એસ. એસ યુનિટ 1 ના પ્રોગ્રામ ઓફિસર જાગૃતિબેન તેરૈયા તથા એન. એસ. એસ યુનિટ 2 ના પ્રોગ્રામ ઓફિસર ભગવતીબેન વડીયા એ જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમ ના પ્રેરક માર્ગદર્શક સેક્રેટરી શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો શ્રી જીગ્નેશભાઈ વાજા સાહેબ રહેલ. રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્ય અંગે માનનીય હોદ્દેદાર સર્વ શ્રીએ પ્રાસંગિક ઉદબોધન કરેલ. આભાર દર્શન પ્રા ડૉ. મિત્તલબેન નાયી દ્વારા કરવામાં આવેલ.બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીની બહેનો હાજર રહેલ.
📲Get App