🔥 TRENDING Director Basil Joseph Plans New Film f... West Bengal government announces lates... West Bengal urges businesses to join g... West Bengal Assembly to Vote on Renami... Karan Tacker credits Neeraj Pandey on... NIFT 2027 Admissions: Late‑Fee Applica...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે આવેલ ચામુંડા ઓટો ગેરેજમાં વરલી મટકા નો જુગાર રમતા અને રમાડતા ઇસમોની સ્ટેટ મોનિટરિંગ સેલે કરી ધરપકડ

✍️ Reporter: Gilani Asikali 🗓 26 Nov 2026, 12:28 AM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે આવેલ ચામુંડા ઓટો ગેરેજ માં એસએમસી નો દરોડો વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા ઇસમોની ધરપકડ કરવામાં આવી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા
મટકાનો જુગાર રમતા અને રમાડતા શખ્સો ઝડપાયા હોવાની માહિતી,
વિરમગામ રેલવે સ્ટેશન પાસે ચાલી રહેલા મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ SMC ની ટીમે દરોડા પાડતાં જુગારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, મટકાનો જુગાર રમતા અને રમાડતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થળ પરથી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
SMCની ટીમે ઝડપાયેલા શખ્સો ને વિરમગામ ટાઉન પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ સત્તાવાર વિગતો જાહેર થાય તેવી શક્યતા છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App