🔥 TRENDING Gold Prices Slip by ₹296 on Nov 25, Si... पुणे के शिवाजीनगर कोर्ट के बाहर मंदर क... Two Indians Injured in Houthi Attack o... ਫੈਕਟਰੀ ਵਿੱਚ ਦਾਖ਼ਲ ਹੋਏ ਤੇਂਦੂਏ ਦੀ ਸਫਲ ਰੇ... ભાયાવદરમાં પૂર્વ પત્ની અને તેના પ્રેમી... Gaurav Gupta Meets BJP’s B. L. Santhos...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

લુણાવાડામાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી, ભાથીજી અને રામદેવજી મંદિરે અન્નકૂટ અને મેરૈયુંનો મંગલ પ્રવેશ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 25 Nov 2026, 06:03 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દેવ દિવાળીના પાવન પર્વની વિશેષ ઝલક, લુણાવાડાથી.


લુણાવાડામાં દેવ દિવાળીના દિવસે બે મંદિરોમાં ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. ભોઈવાડ ભોઈ સમાજ દ્વારા ભાથીજી દાદાના મંદિરે તેમજ નળા વિસ્તાર ક્ષત્રિય સમાજ દ્વારા રામદેવજી દાદાના મંદિરે અન્નકૂટ તેમજ મેરૈયુંનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આયોજકોના જણાવ્યા અનુસાર, આ વર્ષે સતત 21મા વર્ષે રામદેવજી દાદાના મેરૈયુંનો મંગલ પ્રવેશ થયો હતો. રામદેવજી મંદિરની સ્થાપના અંદાજે 45 વર્ષ પહેલા થઈ હોવાનું વડીલો જણાવે છે.

બંને મંદિરોને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો. બંને સમાજના વડીલો, બાળકો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભક્તોએ અન્નકૂટના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

સાંજે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે 9:00 કલાકે નળા વિસ્તાર ક્ષત્રિય સમાજ તેમજ ભોઇવાડ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા ઘરે ઘરે મેરૈયાને ફેરવવામાં આવ્યું હતું. પરિવારોએ ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે સમાજમાં એકતા, ભાઈચારો અને સંસ્કારનું જતન થાય તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
📲Get App