🔥 TRENDING Supreme Court Clarifies Burden of Proo... New Specialities Added to Himachal Pra... Himachal Pradesh trims welfare scheme... _कांग्रेस के यशवीर सूरा जयपुर जिला परि... Akash Chopra predicts Vaibhav could fe... BJP clinches Udaipur district council...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાયાવદરમાં પૂર્વ પત્ની અને તેના પ્રેમી ઉપર ખૂની હુમલો

✍️ Reporter: Vijay Ramachandra Radiya 🗓 25 Nov 2026, 06:20 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*ભાયાવદરમાં પૂર્વ પત્ની તથા પ્રેમી ઉપર પૂર્વ પતિનો ઘાતકી ખૂની હુમલો થતા લોકોના ટોળેટોળા ઉમટયા*

ભાયાવદર અરણી રોડ પર આવેલ ઇસ્કોન ગાંઠિયા વાળી શેરીમાં રહેતા આરોપી ચેતન હરિરામ દાણીધારીયા (ઉ.વ.૪૨) તથા મતવા શેરીમાં રહેતા ફરિયાદી મયુર પ્રવીણભાઈ કાથરોટીયા (ઉ. વ.૪૨) બને નાનપણથી મિત્રો હતા ત્યારે ચેતનના આજથી દસ વર્ષ પહેલા તેમના જ સમાજની રાજકોટ રહેતી ભાવિકા ધરમદાસ પરલીયા (ઉ.વ.૩૪) સાથે રીતરિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. બાદ પરિણીતા તથા તેમના મિત્ર મયુરની આંખો મળી જતા બંનેને પ્રેમ થઈ ગયો હતો ત્યારે આની જાણ પતિને થઈ જતા રોજ ઘરકંકાસ થવા લાગ્યો હતો. એક મહિના પહેલા પતિ પત્ની એ પુત્ર પિતા પાસે અને પુત્રી માતા સાથે એવી સમજૂતી કરી છૂટાછેડા લઈ લીધા હતા. ત્યાર પછી પરિણીતા પુત્રી સાથે તેના પ્રેમીના ઘરે ચાલી ગઈ હતી આથી બંને મિત્રો વચ્ચે

અવાર નવાર મોબાઈલ દ્વારા વાતો કરી ને માથાકુટ થતી હતી. પૂર્વ પતિ ઝનૂની બનીને ૨૫ દિવસ થી શેરીમાં રેકી કરતો હતો ત્યારે તેમનો મિત્ર ઘરેથી બાઈક લઈને નીકળતા આરોપીએ કાર પુરપાટ ચલાવીને બાઈકને ટક્કર મારીને ફરિયાદીને પછાડી દઈને કારમાંથી તલવાર અને લોખંડની કૉસ લઈને ખૂની હુમલો કરી દીધો હતો. ફરિયાદી બચાવ માટે બાજુની બંધ ગલીમાં ભાગવા લાગેલ ત્યારે આરોપીએ તલવાર વડે માથામાં થા કરતા ડાબા હાથમાં ઈજા થઈ હતી. તેની પૂર્વ પત્ની વચ્ચે આવતા તેને પણ બંને હાથમાં તલવારના ઘા મારી દીધા હતા.


એક PGVCL માં કોન્ટ્રાકટ બેજ ઉપર બોલેરો ચલાવતા ડ્રાયવર દોડી આવ્યા હતા અને તેને બહાદુરી અને સતર્કતા વાપરી બને હથિયાર છીનવી લેતા આરોપી તકનો લાભ લઈને કાર લઈને નાશી છૂટયો હતો. બંને થાયલ પૂર્વ પત્ની અને પ્રેમીને તાત્કાલિક પાલિકાની એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.





અહેવાલ વિજય રાડીયા ભાયાવદર
📲Get App