🔥 TRENDING सूरत नगर निगम ने 2026 की ठोस कचरा प्रब... PVR INOX Poised for Strong Q3 Growth w... ಶಿಕ್ಷಕರ ದೈನಂದಿನ ಬೋಧನಾ ಒತ್ತಡವನ್ನು ನಿವಾರ... Gumla District Launches Jharkhand’s Fi... Jharkhand’s legacy intertwined with Bi... Fire erupts at Union Bank ATM near New...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

માંગરોળમાં નોકરિયાત શરાફી મંડળી દ્વારા યોજાયો સરસ્વતી સન્માન કાર્યક્રમ, વિદ્યાર્થીઓ અને સમાજ સેવકોને સન્માનિત

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 23 Nov 2026, 06:18 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી દ્વારા બજરંગ વાડીમાં યોજાયેલા સરસ્વતી સન્માન કાર્યક્રમમાં તાલુકા લેવલમાં ટોચ પર આવેલા વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ ધારાસભ્ય ભગવાનજી કરગટીયા અને વિવિધ ક્ષેત્રોમાં સેવા આપનારોને સન્માનિત કરવામાં આવ્યાં.

શ્રી માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લિ. માંગરોળ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમ તા. 22/11/2026 રવિવારના રોજ માંગરોળ મુકામે આવેલી બજરંગ વાડીમાં યોજાયો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, ત્યારબાદ મહાનુભાવોનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું. સંસ્થાના ચેરમેન શ્રી જેઠાભાઈ નંદાણીયાએ મંડળીની સામાન્ય માહિતી આપીને ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું.

કાર્યક્રમમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ, જેઓ તાલુકા લેવલમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવ્યા હતા, તેમનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત, માંગરોળ-માળીયા ધારાસભ્ય શ્રી ભગવાનજી ભાઈ કરગટીયા, જેઓ ગુજરાત લેવલ શ્રેષ્ઠ ધારાસભ્ય સન્માનીત થયા હતા, તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું. વિશિષ્ટ સન્માન વિભાગમાં માંગરોળ તાલુકાના જી. પી. એસ. ક્લાસ-2 માં સિલેક્શન થયેલા, બી. ટેકમાં IITI ઈનસીટયુટ ગોવામાં પ્રથમ આવેલા, રમતગમત (સિનિયર સિટીઝન), કરાટે અને ઊંચી કુદમાં જિલ્લા લેવલ પ્રથમ આવેલા, શ્રેષ્ઠ શિક્ષક, ભારતીય દેવી-દેવતાના વાહનોમાં વિવિધતા વિષયક રિસર્ચ પેપર ગુજરાત લેવલે પસંદ થયેલા અને ઈલાઈટ આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર શ્રેષ્ઠ નેત્ર સેવા મેળવનારોને સન્માનિત કરવામાં આવ્યા.

આ ઉપરાંત, સાપ રેસ્ક્યુ સાથે સંકળાયેલા મંડળીના સભ્ય અને નિવૃત્ત કર્મચારીઓ, માંગરોળ તથા માળીયા તાલુકાના રિટાયર્ડ ફૌજી જવાનો, તેમજ અંગદાન અને દેહદાન કરનાર પરિવારોનું પણ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ડાયમંડ ચશ્મા વાળા ઈલીયાશ ભાઈ મહીડાએ પ્રભાવિત થઈને ધોરણ 10 અને 12ના સન્માનિત વિદ્યાર્થીઓને ચશ્મા વિતરણ કર્યા. કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજી કરગટીયા, શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્રના પ્રણેતા નાથાભાઈ નંદાણીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રવિ ભાઈ નંદાણીયા, લીમડા પે સેન્ટરના આચાર્ય આનંદભાઈ તન્ના, બીનાબેન સવનીયા, આ. શી. શ્રી શાપુર ગ્રામ સ્કૂલના પ્રમુખ ધનસુખભાઈ ગોસીયા, ખારવા સમાજના મૂકેશ ભાઈ ગોહેલ, કેળવણી નિરીક્ષક ગોવાભાઈ ચાંડેરા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત માંગરોળ અને શહેરના આગેવાનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે નગર સ્વર રમેશભાઈ જોષીએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સંસ્થાના મેનેજર મહેંદ્રભાઈ નંદાણીયાએ આભાર માન્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજર મહેંદ્રભાઈ નંદાણીયા, પૂર્વ ફિશરીજ અધિકારી વિરંચિ શુકલ સાહેબ તથા સંસ્થાના કર્મચારીઓ કુણાલભાઈ ભરડા, ઘનંજય પીઠીયા, ફૈજાન શેખ અને ભરતભાઈ ગોહેલે જહેમત ઉઠાવી હતી.
📲Get App