🔥 TRENDING ମହୁମାଛି ଆକ୍ରମଣରେ ବୃଦ୍ଧଙ୍କ ମୃତ୍ୟୁ ଲିଭ ଇନ୍‌ରେ ରହୁଥିଲେ, ବିବାହ ଯୋଜନା ଚାଲିଥି... प्रधानमंत्री मोदी ने बिहार के सबसे लंब... શહેરકોટડા પોલીસે 13.622 કિલો ગાંજાનો જ... ସ୍ୱାସ୍ଥ୍ୟ ଓ ପରିବାର କଲ୍ୟାଣ ବିଭାଗର କାର୍ଯ... ବାତ୍ୟା 'ଅକଭାନ' ପାଇଁ ସୋମବାର ପର୍ଯ୍ୟନ୍ତ ବ...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલામાં તુલસી-ઠાકોરજીના લગ્નનો ભવ્ય ઉત્સવ

✍️ Reporter: Anil Vaghela 🗓 21 Nov 2026, 02:54 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલામાં તુલસી-ઠાકોરજીના લગ્નનો ભવ્ય ઉત્સવ
રાજુલા શહેરમાં મહાકાળી માતાના મંદિરે તુલસી વૃંદા અને ઠાકોરજીના ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઠાકોરજીની જાન અંબાડા મુકામેથી વાજતે ગાજતે આવી હતી. રંગબેરંગી રથ સાથે આવેલી જાનનું જાનૈયાઓ દ્વારા રોડ ઉપર ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

“જાન જાડી લાવ્યા રે લોલ, મારા ઠાકોરજી પરણવા આવ્યા રે લોલ” તેવા મંગલ ગીતો ગવાયા હતા.

હઠીલા હનુમાનજીથી મહાકાળી મંદિર સુધી શેરડીના સાઠાનું ભવ્ય શણગાર કરવામાં આવ્યું હતું.

ભીખુ દાદા ગોર દ્વારા સંસ્કૃતિ મંત્ર સૂત્ર સાથે તુલસી વૃંદા અને ઠાકોરજીના મંગલ ફેરા ફરાવવામાં આવ્યા હતા.

આ અવસરે 300 થી 400 દીકરીઓએ ફરાળ કર્યો હતો.

ત્યારબાદ જમવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભક્તજનોને ભોજન પીરસવામાં આવ્યું હતું. ભક્તિ, ભાવ અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

વિશ્વકર્મા કરિયાણા સ્ટોર દુકાનવાળા દ્વારા શરબતનો સ્ટોલ ખોલવામાં આવ્યો હતો, જેનો આખી જાને અને ભક્તજનોએ લાભ લીધો હતો.

ભોજન-ફરાળ બનાવનારા માણીગર ભાવદાસ બાપુ ગોંડલીયા, ચા બનાવી આપનારા દિનેશભાઈ શિયાળ, હિંડોળાવાળા રાજુભાઈ ભરવાડ, રસોડા વિભાગમાં નરસિંહભાઈ ગુજરીયા સહિત તમામ ભાઈઓ-બહેનોએ ખૂબ મહેનત કરી હતી.

આ અવસરે લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી પણ પધાર્યા હતા. સાથે રણછોડભાઈ મકવાણા, છગનભાઈ ગોહિલ, વનરાજ મકવાણા, અમરીશભાઈ ડેર, મનુભાઈ વડલી, હિતેશ વાળા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેવશીભાઈ બાંભણિયા, રાજુલા
📲Get App