🔥 TRENDING Manoj Bajpayee: Playing complex roles... Idiva Releases Daily Horoscope for All... Aryan Khan Touted as New Face of Bolly... Punjab Gamers Enthralled by GTA VI's N... Assamese Film 'Adishakti' Wins Best Fi... Amit Shah Declares India Naxal‑Free, A...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લામાં નવેમ્બર, ડિસેમ્બર,૨૦૨૬ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની જાહેર પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક ટીમની રચના

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 20 Nov 2026, 12:15 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં નવેમ્બર, ડિસેમ્બર,૨૦૨૬ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની જાહેર પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક ટીમની રચના


અમરેલી તા. ૧૯ નવેમ્બર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર નવેમ્બર/ડિસેમ્બર-૨૦૨૬ની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ)બોર્ડની જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થનાર પરીક્ષાર્થીઓના મનમાંથી પરીક્ષાનો હાઉ (ડર) દૂર થાય તેમજ તેમની મૂંઝવણનું નિરાકરણ અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓના આચાર્યો અને તજજ્ઞ શિક્ષકોની એક માર્ગદર્શક ટીમની રચના કરવામાં આવી છે.

આ માર્ગદર્શક ટીમમાં એલ. કે. બાબરીયા હાઈસ્કૂલ-હામાપુરના શ્રી વિપુલભાઈ ભટ્ટ (મો. ૯૪૨૭૭૪૨૨૭૧), સુ.સા. હાઈસ્કૂલ-વડિયાના શ્રી કિરીટભાઈ જોટવા (મો. ૯૮૯૮૪૬૭૯૯૯), પારેખ અને મહેતા હાઈસ્કૂલ-જાફરાબાદના શ્રી વી. બી. અગ્રાવત (મો. ૯૪૨૬૯૮૫૭૩૫) અને સનરાઈઝ હાઈસ્કૂલ-સાવરકુંડલાના શ્રી સોનલબેન મશરૂ (મો. ૯૪૨૮૪૪૧૯૨૫)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત જી. એન. દામાણી હાઈસ્કૂલ-ધારીના શ્રી પી. ડી. પટાટ (મો. ૯૮૨૫૭૩૬૫૫૦), જનતા વિદ્યાલય-તાતણીયાના શ્રી ધર્મેન્દ્રભાઈ કનાળા (મો. ૯૯૯૮૩૨૦૦૪૫), એમ. એમ. યાજ્ઞિક હાઈસ્કૂલ-સલડીના શ્રી અજયભાઈ માઢક (મો. ૭૬૦૦૦૨૦૯૦૦) અને સ.મા. શાળા-દેવકાના શ્રી અનિલભાઈ પરમાર (મો. ૭૫૬૭૦૩૧૩૩૩) પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે.

આ માર્ગદર્શક ટીમ તારીખ ૨૧/૧૧/૨૦૨૬ થી તારીખ ૦૯/૧૨/૨૦૨૬ સુધી દરરોજ સવારે ૧૧:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક દરમિયાન કાર્યરત રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી, અમરેલી દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ સેવાનો મહત્તમ લાભ લેવા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
📲Get App