🔥 TRENDING Taylor Swift Makes Surprise Return to... Storyboard18 Explores Economics of Com... FTII Professor Calls for Young Filmmak... पॉपटलाल सरग्रा ने मोकलसर में 15वीं बार... SVC Secures Nizam Rights for Upcoming... Gujarat Police Announces 3,000 Lokraks...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત વોલીબોલ સ્પર્ધાની તારીખ અને સ્થળમાં ફેરફાર

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 20 Nov 2026, 12:13 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત વોલીબોલ સ્પર્ધાની તારીખ અને સ્થળમાં ફેરફાર


અમરેલી તા. ૧૯ નવેમ્બર
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ 'ખેલ મહાકુંભ-૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અંતર્ગત આકસ્મિક કારણોસર વોલીબોલ રમતની તારીખ અને સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા સમયપત્રક મુજબ, તમામ વયજૂથ માટે વોલીબોલ (બહેનો)ની સ્પર્ધા આગામી તારીખ ૨૯/૧૧/૨૦૨૬ના રોજ અને વોલીબોલ (ભાઈઓ)ની સ્પર્ધા તારીખ ૩૦/૧૧/૨૦૨૬ના રોજ યોજાશે. આ બંને સ્પર્ધાઓ સવારે ૦૮:૦૦ કલાકે 'શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ, બગસરા' ખાતે યોજવામાં આવશે.

આ સ્પર્ધા અંગે વધુ વિગતો કે માર્ગદર્શન માટે કન્વીનર શ્રી મનોજભાઈ મહીડા (મો. ૯૫૩૭૭૩૦૩૨૧) અથવા શ્રી મનીષભાઈ કુકવાવા (મો. ૯૪૨૭૯૦૫૮૪૬)નો સંપર્ક કરવાનો રહેશે. જિલ્લા રમત ગમત અધિકારી (ઈન્ચાર્જ), જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અમરેલી દ્વારા તમામ સંબંધિત ખેલાડીઓ અને શાળાઓને આ ફેરફારની ખાસ નોંધ લેવા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
📲Get App