🔥 TRENDING West Bengal Assembly Labour Committee... Free prediction released for Jammu & K... Bihar Beats Delhi Without Youngest Cap... ભુજના શરદબાગમાં ઝાડ પર ગળેફાંસો ખાધેલી... Robbers steal jewellery worth Rs 40 cr... BPSC Announces Document Verification D...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા, સમર્પણ અને સંકલ્પ સાથે જન્મદિવસની અનોખી ઉજવણી

✍️ Reporter: Anil Vaghela 🗓 18 Nov 2026, 11:27 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા, સમર્પણ અને સંકલ્પ સાથે જન્મદિવસની અનોખી ઉજવણી

આજરોજ ૯૮ રાજુલા વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી હિરાભાઈ સોલંકી સાહેબના જન્મદિવસ નિમિત્તે રાજુલા શહેરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

જન્મદિવસની ઉજવણીને માત્ર ઉત્સવ પૂરતી સીમિત ન રાખતા, સમાજસેવા, પર્યાવરણ સંરક્ષણ અને જનકલ્યાણના સંકલ્પ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

આ પ્રસંગે એક પેડ ધારાસભ્ય કે નામ અભિયાન અંતર્ગત રાજુલા શહેરના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ માનવસેવાના ઉમદા હેતુથી *આંખોના મોતિયાના મફત નિદાન કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોએ લાભ લીધો હતો.

આ સેવાકીય કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી હિરાભાઈ સોલંકી, ગુજરાત નિયંત્રણ બજાર સંઘના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ, અમરેલી જિલ્લા ભાજપના આગેવાન શ્રી રવુભાઈ ખુમાણ, રાજુલાના વેપારી અગ્રણી શ્રી બકુલભાઈ વોરા, શ્રી પ્રતાપભાઈ બેપારીયા, શ્રી દિલીપભાઈ વોરા, રાજુલા શહેર ભાજપ પ્રમુખ શ્રી વનરાજભાઈ વરૂ સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા રાજુલા શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જન્મદિવસની સાચી ઉજવણી એ જ છે, જ્યારે ખુશીઓની સાથે સમાજને કંઈક સારું અર્પણ થાય.

વૃક્ષારોપણથી પર્યાવરણની સેવા, આરોગ્ય કેમ્પથી માનવતાની સેવા અને જનસહભાગિતાથી સમાજકલ્યાણનો સંકલ્પ
📲Get App