🔥 TRENDING IPL ''ਚ MS ਧੋਨੀ ਦੇ ਭਵਿੱਖ ਨੂੰ ਲੈ ਕੇ ਵੱਡ... Bihar Government Fast-tracks Two New S... कल्याण सत्र व दिवाणी न्यायालयातील १७३... ਬਠਿੰਡਾ ਵਿੱਚ ਰਾਜ ਪੱਧਰੀ ਹਾਕੀ ਮੁਕਾਬਲਿਆਂ ਦ... Girish Mahajan backs Mundhe’s move, wa... പ്രകാശനം ചെയ്തു.
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એસીબીની સફળ ટ્રેપ કેસ

✍️ Reporter: ખાંટ મનુભાઈ 🗓 17 Nov 2026, 08:12 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એ.સી.બી. સફળ ટ્રેપ કેસ

ફરીયાદી:- એક જાગૃત નાગરીક.

આરોપીનું નામ:- એકતાબેન જયંતીભાઈ પંડ્યા, પો.સ.ઈ. વર્ગ-૩, ઉ.વ.૩૭, રહે. રૂમ નં.સી/૪/૧, ડભોઈ રેલ્વે કોલોની, ડભોઈ, જી.વડોદરા, મુળ રહે. બહુમાળી ભવનની પાછળ, અમરેલી તા.જી.અમરેલી.
લાંચની માંગણી:- રૂ.૨૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ :- રૂ.૨૦,૦૦૦/-

લાંચની રીકવર રકમ :- રૂ.૨૦,૦૦૦/-

ગુનો બન્યા તારીખ :- તા.૧૭/૧૧/૨૦૨૬

ગુનાનું સ્થળ :- પો.સ.ઈ. શ્રી ની ચેમ્બર, ડભોઈ રેલવે પોલીસ સ્ટેશન, ડભોઈ

ગુનાની ટુંક વિગત:-
તે એવી રીતે છે કે, આ કામના ફરીયાદી વિરૂધ્ધ ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધાયેલ હતો. જે ગુનાની તપાસ પો.સ.ઈ. એકતા પંડ્યા કરતા હતા. જે પ્રોહીબિશનના ગુનાના કામે આ કામના ફરીયાદી નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ ખાતેથી આગોતરા જામીન મંજુર કરાવી ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ. જે વખતે પો.સ.ઈ એકતા પંડ્યા ના ઓ એ ફરીયાદીશ્રીનો મોબાઈલ ફોન લઈ લીધેલ અને જણાવેલ કે આ મોબાઈલ ફોન જોઇતો હોય તો રૂ.૨૦,૦૦૦/- આપવા તમારે પડશે. જે લાંચની રકમ આ કામના ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકા નુ આયોજન કરવામાં આવેલ અને જે ટ્રેપ દરમ્યાન આ કામના ફરીયાદી પાસેથી આરોપીએ રૂ.૨૦,૦૦૦/- લાંચની રકમ માંગણી કરી સ્થળ પર સ્વીકારી પકડાઈ જઈ ગુનો કરેલ છે.

ટ્રેપીંગ અધિકારી :- શ્રી એસ.કે.ચારેલ, પોલીસ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર એ.સી.બી.પો.સ્ટે. તથા સ્ટાફ
📲Get App