🔥 TRENDING Nagaland Eases Protected Area Permit R... Nagaland Lottery Draw: Rs 1 Crore Jack... Nagaland Eases PAP Rules for Foreign T... भजन सरिता 19 नवंबर को Nagaland to Hold 27th Hornbill Festiva... तमाशा क्षेत्रातील ५५ वर्षांची प्रदीर्घ...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણના હાસાપુરમાં ધોળા દિવસે ફાયરિંગ, પોલીસ તપાસ શરૂ

✍️ Reporter: MEHUL SINH JADEJA 🗓 17 Nov 2026, 03:21 PM 👁 26
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણના હાસાપુરમાં ધોળા દિવસે ફાયરિંગ, પોલીસ તપાસ શરૂ
પાટણના હાસાપુર વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. આપેલી માહિતી મુજબ, શ્રેય મોલ નજીક આયુષ ટાઉનશીપ પાસે ફાયરિંગ થયું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, શ્રેય મોલ બહાર 6 રાઉન્ડ ફાયરિંગ બાદ હુમલાખોર ફરાર થઈ ગયો હતો. આરોપી દલપૂજી ઠાકોર પર બુકાનીધારી શખ્સે હુમલો કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાને પગલે પાટણ પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાસ્થળે પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
ધોળા દિવસે ગોળીબારની ઘટનાથી પાટણ શહેરમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા હુમલાખોરને પકડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.
📲Get App