🔥 TRENDING उज्जैन के गंगानगर में वाहन खड़ा करने प... 18 ਨਵੰਬਰ ਨੂੰ ਪੰਜਾਬ ਆਉਣਗੇ ਨਿਤਿਨ ਨਬੀਨ! ਜ... ਕਮੇਟੀ ਦੇ ਸਭ ਮੈਂਬਰਾਂ ਨੇ ਪ੍ਰਧਾਨ ਨਾਲ ਸਲਾਹ... एशिया के सबसे बड़े स्थायी छठ घाट पर छठ... ਸਰਕਾਰੀ ਕਰਮਚਾਰੀ ਦੀ ਮੌਤ ''ਤੇ ਕਿਸਨੂੰ ਮਿਲੇ... ଭାରତୀୟ ସିନେମା ପାଇଁ ବଡ଼ ଖବର; ଓସ୍କାର ଦୌଡ଼ର...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જન્મદિવસ નિમિત્તે સીતારામ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ રાજુલા

✍️ Reporter: Anil Vaghela 🗓 14 Nov 2026, 04:00 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મારા જન્મદિવસ નિમિત્તે સીતારામ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ રાજુલા દ્વારા શ્રી શિવાનંદ મિશન સંચાલિત વીરનગરની પ્રસિદ્ધ આંખની હોસ્પિટલ નો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં કુલ 170 દર્દીઓએ નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવારનો લાભ લીધો હતો તેમજ 14 જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન માટે વીરનગર લઈ જવામાં આવ્યા છે.

મારા જન્મદિવસને સેવા અને માનવતાના કાર્ય સાથે જોડવાનો આ એક નાનકડો પ્રયાસ છે, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં દૃષ્ટિનું અજવાળું પાથરી શકાય અને તેમના ચહેરા પર સ્મિત લાવી શકાય તેનાથી વિશેષ આનંદ બીજો કોઈ નથી.

આ સેવાકાર્યમાં સહયોગ આપનાર શ્રી શિવાનંદ મિશન, વીરનગરની હોસ્પિટલના તમામ ડોક્ટરો, સ્ટાફગણ અને સીતારામ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર.
📲Get App