🔥 TRENDING कलेक्टर राहुल धोटे ने मंडला के आमानाला... मंडला में गौ-आधारित उत्पाद और जैविक खे... અલ્પેશ ઠાકોરનો દારૂ બંધી મુદે મોટો ખુલ... સાવરકુંડલામાં મહુવા રોડ પર અંધારાને કા... Mumbai Police Advises Bollywood Stars... Jim Caviezel says audiences still crav...
11 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ચંદ્રનગર ખાતે શ્રી ઝાલાવાડી ખાખરીયા કડવા પાટીદાર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન ફાઇનલ મુકાબલામાં મણીપુરા ટીમનો ભવ્ય વિજય

✍️ Reporter: Gilani Asikali 🗓 11 Nov 2026, 08:15 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના ચંદ્રનગર ગામે યુવા ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના વતન ખાતે ચંદ્રનગર યુવક મંડળ દ્વારા શ્રી ઝાલાવાડી ખાખરીયા કડવા પાટીદાર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનો આજે ઉત્સાહભેર સમાપન સમારોહ યોજાયો હતો.
ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં મણીપુરા અને હીરાપુરા ગામની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો. જેમાં મણીપુરા ગામની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને વિજય મેળવી ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે હીરાપુરા ગામની ટીમ ઉપવિજેતા બની હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના હસ્તે વિજેતા મણીપુરા ટીમ તથા ઉપવિજેતા હીરાપુરા ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, રમતગમતના આવા આયોજનો યુવાનોની પ્રતિભાને યોગ્ય મંચ પૂરો પાડવાની સાથે ગામડાંઓમાં સામાજિક એકતા, ભાઈચારો, શિસ્ત, ટીમવર્ક અને રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપે છે. યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે અને સમાજની એકતા વધુ મજબૂત બને તેવા આયોજનો સમયની જરૂરિયાત છે.
વધુમાં તેમણે સુંદર આયોજન બદલ ચંદ્રનગર યુવક મંડળના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ ટીમો અને ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ગામડાંઓની એકતા, યુવાનોનો ઉત્સાહ અને રમતગમત પ્રત્યેનો ઉમંગ જોવા મળ્યો હતો. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App