🔥 TRENDING CM Vijay Allocates ₹2,000 Crore for Ve... Tamil Nadu Govt Dissolves Centre-State... Tamil Nadu Man Files 97 RTI Requests S... Bihar Unveils Roadmap to Upgrade Socia... Patna draws overseas surgeons as Bihar... Brother of Begusarai Panchayat Head Fo...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

૬૦૦ વર્ષ જૂની આસામી મુખોટા કળાને ભારત પર્વમાં મળી નવી ઓળખ: કલાકાર સુજિત બરુઆહની કલાકૃતિઓ બની આકર્ષણનું કેન્દ્ર

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 07 Nov 2026, 09:38 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાનિધ્યમાં યોજાઈ રહેલા ભારત પર્વ-૨૦૨૬માં દેશની વિવિધ લોકકળાઓ અને સાંસ્કૃતિક વિરાસતની અનોખી ઝાંખી જોવા મળી રહી છે. ત્યારે આસામના શિવસાગરના જાણીતા મુખોટા કલાકાર સુજિત બરુઆહ પોતાની આશરે ૬૦૦ વર્ષ જૂની પરંપરાગત મુખોટા કળા દ્વારા પ્રવાસીઓનું વિશેષ આકર્ષણ બની રહ્યા છે.

મહાપુરુષ શ્રીમંત શંકરદેવ દ્વારા શરૂ કરાયેલી આ પરંપરાગત કળામાં વાંસ, માટી, ગાયનું ગોબર અને કાપડ જેવી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને રામાયણ, શ્રીકૃષ્ણની રાસલીલા તથા પૌરાણિક પાત્રોના આકર્ષક મુખોટા તૈયાર કરવામાં આવે છે. કલાકાર સુજિત બરુઆહે પદ્મશ્રી રેબાકાંત મહંતાના માર્ગદર્શન હેઠળ આ કળાની તાલીમ મેળવી છે અને બાર્ના કુટિર આર્ટ એકેડમી દ્વારા નવી પેઢીને પણ આ વારસાથી જોડવાનું કાર્ય કરી રહ્યા છે.

પરંપરાગત મુખોટાઓ ઉપરાંત તેઓ મિનીએચર મુખોટા, નામસિંહની પ્રતિકૃતિઓ, ફ્રિજ મેગ્નેટ અને આસામની લોકસંસ્કૃતિ આધારિત ચિત્રો પણ તૈયાર કરે છે. ભારત પર્વમાં તેમના સ્ટોલ પર મુખોટા પહેરીને બાળકોએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો. સુજિત બરુઆહે જણાવ્યું હતું કે, ભારત પર્વ જેવા આયોજનો કલાકારોને પોતાની કળા દેશભરના લોકો સુધી પહોંચાડવાની સાથે રોજગારી અને નવા બજારની તકો પણ પૂરી પાડે છે.

આમ, ભારત પર્વ-૨૦૨૬ માત્ર દેશની વિવિધ સંસ્કૃતિઓનું મિલનસ્થળ જ નહીં, પરંતુ સદીઓ જૂની લોકકળાઓને નવી ઓળખ આપતું અને 'એક ભારત–શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને જીવંત કરતું મંચ બની રહ્યું છે.
📲Get App