માંડવીના મેઈન બજારમાં પતિએ પત્નીની છરીથી ઘાતકી હત્યા કરી દિવાળીના ઉલ્લાસ વચ્ચે માંડવીના મેઈન બજારમાં ચકચાર મચી ગઈ.
માંડવીના મેઈન બજારમાં પતિએ પત્નીની છરીથી ઘાતકી હત્યા કરી દિવાળીના ઉલ્લાસ વચ્ચે માંડવીના મેઈન બજારમાં ચકચાર મચી ગઈ. નજીકના સલાયાની 43 વર્ષીય પાર્વતી બાબુરામ પાંજરીવાલા ની તેના પતિ જયંતી રાજગોર એ છરીથી હત્યા કરી પાર્વતી બહેનપણી સાથે દિવાળીની ખરીદી કરવા આવી હતી. ફૂલવાડી પાસે પતિ અચાનક આવીને પેટ, છાતી સહિતના ભાગે આડેધડ છરીના ઘા માર્યા. ગંભીર રીતે ઘાયલ પાર્વતીનું સ્થળ પર જ મોત થયું સેવાભાવીઓએ તેને હોસ્પિટલ ખસેડી હતી. ડોક્ટરે મૃત જાહેર કરી. પોલીસે જણાવ્યું કે બંનેએ મંદિરમાં પ્રેમલગ્ન કર્યા હતા. હત્યા બાદ આરોપી જયંતી છરી સાથે પોલીસ સ્ટેશને હાજર થયો. વધુ તપાસ ચાલુ છે