🔥 ट्रेंडिंग *भाजपा जिला अध्यक्ष सुनील मौदगिल का सच... मां की लंबी उम्र के लिए बिहार के युवक... সাগরদ্বীপে নদী বাঁধ ভেঙে গেল सिकंदराराऊ: राजकमल पब्लिक स्कूल में दी... हजारीबाग केरेडारी प्रेस क्लब कम्पनी ऋत... Husband _wife Duo Among Three Apprehen...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગરમાં હાથમતી નદી ઓવરબ્રિજનું દિવાળી ઉત્સવમાં લોકાર્પણ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 05 नव. 2026, 06:59 PM 👁 35
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં હાથમતી નદી ઉપરનું ઓવરબ્રિજ પેવર કાર્ય પૂર્ણ થઈને સફાઈ શરૂ થઈ છે અને દિવાળી દરમિયાન તેનો ઉદ્ઘાટન નક્કી થયો છે..

સાબરકાંઠાના-:
હિંમતનગરના હાથમતી નદી પરનું ઓવરબ્રિજ અંતિમ તબક્કામાં છે.નવી મહાવીરનગર અને મહેતાપુરા વિસ્તારોને જોડતા આ ઓવરબ્રિજનો અંદાજિત ખર્ચ 22 કરોડ રૂપિયા હતો અને કાર્યરત થઈ ચૂક્યું છે.હાથમતી નદીના બંને તરફના એપ્રોચ રોડ પર પેવરની કામગીરી પૂર્ણ થઈ છે અને હાલ સફાઈ શરૂ કરવામાં આવી રહી છે..

જિલ્લા તંત્ર અને આર એન્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ કામગીરી કડક રીતે નિરીક્ષણ કરવામાં આવી રહી છે.ઓવરબ્રિજનું લોકાર્પણ દિવાળી ઉત્સવ દરમિયાન નક્કી કરવામાં આવ્યું છે, જોકે ચોક્કસ તારીખ હજી નક્કી થઈ નથી. શહેરી નાગરિકો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન ક્યારે થશે તેની આતુરતા સાથે રાહ જોઈ રહ્યા છે.આ પ્રોજેક્ટની પૂર્ણતા સ્થાનિક ટ્રાફિકને સુગમ બનાવશે અને હિંમતનગરની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
📲Get App