🔥 ट्रेंडिंग ‘ભારત પર્વ-2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભ... ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા બૃહદ... દિવાળી પૂર્વે માન. મુખ્યમંત્રી શ્રી ભૂ... ರಾಯಚೂರು: ಆತ್ಕೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ SC/ST ಸಮನ್... नोनी, मणिपुर में NSCN-IM और ZUF-J के ब... कांगपोक्पी क्रिश्चियन हॉस्पिटल ने नई स...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તિલકવાડા તાલુકાના નવીન બીટ કેળવણી નિરીક્ષક તરીકે શ્રી હિતેન્દ્રભાઈ બારીયાએ સંભાળ્યો ચાર્જ, શિક્ષક સંઘ દ્વારા કરાયું સ્વાગત-સન્માન

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 04 नव. 2026, 08:11 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તિલકવાડા તાલુકાના નવીન બીટ કેળવણી નિરીક્ષક તરીકે શ્રી હિતેન્દ્રભાઈ બારીયાએ આજરોજ પોતાની નવીન જવાબદારીનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે તિલકવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પરિમલ વ્યાસ સાહેબનું પણ સંગઠનના હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બંને અધિકારીશ્રીઓનું સ્વાગત કરી શિક્ષણક્ષેત્રે વધુ સારા સંકલન, સહકાર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સાથે મળીને કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

તિલકવાડા તાલુકાના શૈક્ષણિક વિકાસમાં બંને અધિકારીશ્રીઓનું માર્ગદર્શન અને સહયોગ મહત્વપૂર્ણ બની રહેશે તેવી આશા સાથે શિક્ષક સંઘના હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

નવીન જવાબદારી સંભાળવા બદલ શ્રી હિતેન્દ્રભાઈ બારીયા સાહેબને હાર્દિક અભિનંદન અને બંને અધિકારીશ્રીઓને ઉજ્જવળ કાર્યકાળ માટે હાર્દિક શુભકામનાઓ.
📲Get App