🔥 TRENDING Amit Shah Announces Rs 632 Crore DBT R... Chhattisgarh Declared Naxal-Free by Ho... Gurudaspur Records 100 Parali Burning... Delhi: Post-Mortem Conducted on Ashish... Bulldozers Demolish Properties of Cow‑... अमेठी में राजस्व निरीक्षक पर 10,000 रु...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લાઠી પંથકમાં મોટરસાયકલ અને મંદિર ચોરીના ગુનાનો આરોપી ઝડપાયો

✍️ Reporter: Anil Vaghela 🗓 03 Nov 2026, 07:46 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લાઠી પંથકમાં મોટરસાયકલ અને મંદિર ચોરીના ગુનાનો આરોપી ઝડપાયો
અમરેલી જિલ્લા પોલીસની લાઠી પોલીસને મળી સફળતા, ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત લાઠી પોલીસને મહત્વની સફળતા મળી છે. મોટરસાયકલ તેમજ મંદિર ચોરીના ગુનાઓના આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની ઓળખ અજય કાજલભાઈ ચારોલીયા તરીકે થઈ છે. જે લાઠી તાલુકાના અકાળા રોડ વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસની જાહેર કરવામાં આવેલી વિગતોમાં જણાવાયું છે.
આ કામગીરીમાં લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ એચ.સી. કુલદીપભાઈ ગરેચા, એચ.સી. શૈલેશભાઈ કામળિયા, એચ.સી. મનીષભાઈ જાની તેમજ પી.સી. વિજયસિંહ ગોહિલ, પી.સી. સુનિલસિંહ રાઠોડ અને પી.સી. કિરીટભાઈ ડોડીયાએ કામગીરી કરી હતી.
📲Get App