🔥 TRENDING ଜୁମ୍ଡାଙ୍ଗ ଓଡ଼ିଶାର ଅଂଶ, ସୀମା ବିବାଦରେ ଜି... नगर निगम से बड़ी खबर Bihar police officer opens fire inside... NHAI to Desilt Bihar Rivers and Use Ex... Samrat Choudhary says 'apraadh' exists... पारलिया में सरपंच पद के उम्मीदवार देऊम...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદા જિલ્લામાં ‘જનજાતિય ગૌરવ દિવસ-૨૦૨૬’ની ઉજવણીની તૈયારીઓ શરૂ, ૧૧થી ૧૭ નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 03 Nov 2026, 10:26 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
### નર્મદા જિલ્લામાં ‘જનજાતિય ગૌરવ દિવસ-૨૦૨૬’ની ઉજવણીની તૈયારીઓ શરૂ, ૧૧થી ૧૭ નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે



નર્મદાજિલ્લામાં આગામી ‘જનજાતિય ગૌરવ દિવસ-૨૦૨૬’ની ઉજવણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા સાથે ઉજવણીને સફળ અને સુચારુ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આગામી તા. ૧૧થી ૧૭ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન નર્મદા જિલ્લામાં વિવિધ કક્ષાએ જનજાતિય ગૌરવ, પરંપરા અને સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાશે. જ્યારે તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લામાં દેડિયાપાડા ખાતે પીઠા ગ્રાઉન્ડ અને રાજપીપળા ખાતે ઉજવણીના મુખ્ય કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે શિક્ષણ, રમતગમત અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર પ્રતિભાશાળી યુવાનોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત યુવાનોને પ્રોત્સાહિત કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવશે.

આયોજન બેઠક દરમિયાન કાર્યક્રમ સ્થળોએ પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ, બેઠક વ્યવસ્થા, સ્ટેજ અને અન્ય આનુષંગિક તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઉજવણીના તમામ કાર્યક્રમો સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલન સાથે જવાબદારીઓ નિભાવવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.વી. વાળા, અધિક નિવાસી કલેક્ટર શ્રી સી.કે. ઉંધાડ, પ્રાયોજના અધિકારી શ્રી અમોલ આવટે, પ્રાંત અધિકારી સુશ્રી પરશનજીત કૌર અને સુશ્રી જુહી પાંડે સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App