🔥 ट्रेंडिंग सुमेरपुर पंचायत समिति की नवगठित ग्राम... ದೇವದುರ್ಗದಲ್ಲಿ ಕಾಟಾಚಾರಕ್ಕೆ ರಾಜ್ಯೋತ್ಸವ ಆ... चतरा में जेटेट-2026 परीक्षा शांतिपूर्ण... रैम्पूर, मथुरा सोहरीया: सड़क घोटाले मे... दिल्ली के रामलीला मैदान में INDIA गठबं... विद्या ज्योति स्कूल के संस्थापक तरुण म...
01 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા ગુજરાતમાં નવી પ્રદેશ કારોબારી અને મીડિયા સેલની સ્થાપના..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 01 नव. 2026, 08:08 PM 👁 24
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હ્યુમન રાઇટ્સ ફેડરેશન ઇન્ક. એ ગુજરાત રાજ્યમાં માનવ અધિકાર જાગૃતિ માટે નવી પ્રદેશ કારોબારી સમિતિ અને મીડિયા સેલની સ્થાપના જાહેર કરી, જેમાં અશોક ડાભી, મુકેશભાઈ સરવૈયા, પ્રવીણ મકવાણા, રજનીભાઈ ઠુમમર જેવા મુખ્ય પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી..

હ્યુમન રાઇટ્સ ફેડરેશન ઇન્ક. એ સમગ્ર ગુજરાત રાજ્યમાં માનવ અધિકારોની જાગૃતિ અને રક્ષણને વધુ ગતિશીલ બનાવવા માટે નવી પ્રદેશ કારોબારી સમિતિ અને મીડિયા સેલની સત્તાવાર જાહેરાત કરી.આ સમિતિમાં મીડિયા કર્મીઓ અને નિષ્ઠાવાન સામાજિક કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જેમની મદદથી સંસ્થાનો અવાજ જન-જન સુધી પહોંચાડવામાં આવશે. નવા નિયુક્ત પદાધિકારીઓમાં અશોક ડાભી, મુકેશભાઈ સરવૈયા, પ્રવીણ મકવાણા અને રજનીભાઈ ઠુમમરનો સમાવેશ થાય છે..

અશોક ડાભીને ભાવનગર શહેર પ્રમુખ મુકેશભાઈ સરવૈયાને ધોળકા તાલુકા પ્રેસ સેક્રેટરી, પ્રવીણ મકવાણાને ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ અને રજનીભાઈ ઠુમમરને સુરત શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી. મહેશ સોલંકીને ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.આ તમામ પદાધિકારીઓ, મીડિયા કર્મીઓ અને સામાજિક કાર્યકરોને આંતરરાષ્ટ્રીય પ્રેસિડન્ટ મહેન્દ્ર આયલાણી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા અને સંસ્થાના બંધારણ મુજબ માનવ અધિકારના કાર્યોમાં ખડેપગે સેવા આપવા આહ્વાન કરવામાં આવ્યું.
📲Get App