🔥 TRENDING Three arrested in Bhopal fraud case in... Ujjain Husband Sentenced to Life for K... ರಕ್ಷಣೆಗಾಗಿ 1098 ಗೆ ಕರೆ ಮಾಡಿ रायबरेली में लगेगा सरस मेला महिला समूह... ఆదిలాబాద్ కలెక్టర్ చొరవతో ఉచిత ఓపెన్ హ... ધાંગધ્રા આયૅ સમાજમાં રાષ્ટ્રીય એકતા દિ...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કિડની અને યુરોલોજી વિભાગના દર્દીઓ માટે એક જ સ્થળે સારવારની સુવિધા

✍️ Reporter: Hariom Borse 🗓 31 Oct 2026, 04:46 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત ખાતે નવી સિવિલ હોસ્પિટલમાં યુરોલોજી અને નેફ્રોલોજી વિભાગની OPDનું કિડની બિલ્ડિંગના પ્રથમ માળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેથી દર્દીઓને તપાસથી લઈને ડાયાલિસિસ સુધીની સેવાઓ એક જ સ્થળે મળશે.

દર્દીઓને ગુણવત્તાસભર અને સુલભ આરોગ્ય સેવાઓ મળી રહે તે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ સંદર્ભમાં સુરત ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં યુરોલોજી અને નેફ્રોલોજી વિભાગની OPDનું કિડની બિલ્ડિંગના પ્રથમ માળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આ નવી વ્યવસ્થાથી કિડની અને યુરોલોજી સંબંધિત બીમારીઓથી પીડાતા દર્દીઓને હવે એક જ બિલ્ડિંગમાં તપાસ, નિદાન, ડાયાલિસિસ સહિતની જરૂરી તબીબી સેવાઓનો લાભ મળી રહેશે. પરિણામે દર્દીઓ અને તેમના સ્વજનોની અવરજવર ઘટશે, સમયની બચત થશે અને સારવારની પ્રક્રિયા વધુ સરળ તથા સુવ્યવસ્થિત બનશે.

આ ઉપરાંત, શોકવેવ લિથોટ્રિપ્સી, યુરોફ્લોમેટ્રી અને યુરોડાયનેમિક સ્ટડી જેવી આધુનિક તબીબી સુવિધાઓ પણ દર્દીઓને ઉપલબ્ધ છે.
📲Get App