🔥 TRENDING अनुमंडल पुलिस पदाधिकारी, अरवल द्वारा ज... સુરતમાં કડોદરા જી.આઇ.ડી.સી.માં રિક્ષા... Himachal Pradesh HC Exempts Insurer, C... Himachal High Court Orders Car Owner t... Senior BJP leader Harishankar Sankhere... 38 વર્ષીય શ્રમિકની બાંધકામ સાઇટ પરની પ...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ

✍️ Reporter: Kamlesh Solanki 🗓 31 Oct 2026, 10:04 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ

રાષ્ટ્રીય એકતા દિવસ તથા ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી તથા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયા, ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય (IAS), જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ સહિત ચૂંટાયેલા પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત સૌએ સરદાર સાહેબના રાષ્ટ્રનિર્માણ, એકતા અને અખંડિતતાના આદર્શોને સ્મરણ કરી તેમના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
📲Get App