🔥 ट्रेंडिंग अध्ययन ने दिखाया WTE संयंत्रों का जलवा... किसान यूनियन शंकर दमोह: 14 वर्षीय बालिका से दुष्कर्म के... छत्तीसगढ़ प्रगति-50: रायपुर और बिलासपु... दिलजीत दोसंज़ और डैडी यांकी का 'पोकिटो... 30 अक्टूबर 2026 के पंजाब राज्य लॉटरी क...
30 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

બનાસની ધરતી પર વિકાસનો ઉત્સવ,

✍️ रिपोर्टर: Solanki Bhadreshkumar Javanbhai 🗓 30 अक्टू. 2026, 05:53 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતની પ્રગતિનો મહોત્સવ ! 🪷 આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે ભીલડી ખાતેથી રૂ.૧૪,૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ ગુજરાતને મળી. આ તકે માનનીય મુખ્યમંત્

બનાસની ધરતી પર વિકાસનો ઉત્સવ,
ગુજરાતની પ્રગતિનો મહોત્સવ ! 🪷

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે ભીલડી ખાતેથી રૂ.૧૪,૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ ગુજરાતને મળી. આ તકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાથે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનું થયું.

🔹ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું રાષ્ટ્રાર્પણ - થરાદ અને રાધનપુરમાં બનાસ ડેરીના બાયો-CNG પ્લાન્ટનું ખાતમુહૂર્ત.

🔹કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિના સંકલ્પ સાથે સણાદરમાં બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણ અને પાલનપુરમાં UHT ઉત્પાદનોની ASRS સુવિધાનું લોકાર્પણ.

🔹કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ રૂ.૪૯૫૦ કરોડના ૫૨૧ પ્રકલ્પોનું રાષ્ટ્રાર્પણ અને ૧૨ બાગાયતી ક્લસ્ટરની શરૂઆત, જેનો લાભ ૧.૩ લાખથી વધુ ખેડૂતોને મળશે.

🔹બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે ૪૩૦૦થી વધુ આધુનિક ચાઈલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ, જેનાથી ૪ લાખથી વધુ લોકોને લાભ મળશે.

🔹અમદાવાદ મેટ્રો ફેઝ-2A અને 2Bનું ખાતમુહૂર્ત તથા રૂ.૨૬૦૦ કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા માર્ગને આઠ માર્ગીય બનાવવાના કાર્યનો પ્રારંભ.

🔹આંતરરાજ્ય કનેક્ટિવિટી મજબૂત કરવા અમદાવાદ - વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા - બેચરાજી - સાબરમતી MEMU ટ્રેનને લીલી ઝંડી.

🔹કૃષિ, પશુપાલન, બાળ વિકાસ, ગ્રીન એનર્જી અને આધુનિક પરિવહન ક્ષેત્રે વિકાસની આ પહેલો ગુજરાતની પ્રગતિને નવી ઊંચાઈ આપશે.

વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની યાત્રાને વેગ આપવા બદલ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો નતમસ્તક આભાર - વંદન !🙏🏻
📲Get App