🔥 ट्रेंडिंग अमृतसर में करवाचौथ पर 'करवा रॉयल' कार्... छेहरटा के आरती देवा मंदिर में मनाया गय... காரைக்குடி பகுதியில் கடும் பனி மூ ட்டம... विश्व की शीर्ष 100 सूची में नौवां स्था... नोएल ने ट्रेंट के उत्तराधिकारी के रूप... जमीयत उलेमा-ए-हिंद का दो दिवसीय वार्षि...
30 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મીઠાઈ-ફરસાણના એકમોમાં તપાસ હાથ ધરાઈ

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 30 अक्टू. 2026, 08:58 AM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મીઠાઈ-ફરસાણના એકમોમાં તપાસ હાથ ધરાઈ

વિવિધ ખાદ્ય ચીજોના ૩૧ નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા


અમરેલી, તા. ૨૯ ઓક્ટોબર
દશેરા અને દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય ચીજો મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમરેલી દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ મીઠાઈ, ફરસાણ તથા અન્ય ખાદ્ય ચીજોના ઉત્પાદક એકમોમાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય ચીજોના કુલ ૩૧ નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ કામગીરી અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓ તેમજ અમરેલી શહેરમાં આવેલા મીઠાઈ અને ફરસાણના એકમોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં રાજુલા ખાતેથી ૧૦, સાવરકુંડલા ખાતેથી ૬, બાબરા ખાતેથી ૪, બગસરા ખાતેથી ૨, કુકાવાવ-વડીયા ખાતેથી ૨ અને અમરેલી શહેર ખાતેથી ૭ નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓમાં જલેબી, ફાફડા, ગાંઠિયા, સાટા, લાડુ, પેંડા, સક્કરપારા, શિંગપાક, દૂધ, પનીર, સિંગતેલ, નાનખટાઈ, માવો અને ઘી જેવી વિવિધ ખાદ્ય ચીજોનો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટરોને પોતાના એકમોમાં સ્વચ્છતા જાળવવા તેમજ આરોગ્યપ્રદ અને સ્વચ્છ વાતાવરણમાં ખાદ્ય ચીજોના ઉત્પાદન તથા વેચાણની કામગીરી કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

લેબોરેટરીમાંથી નમૂનાઓના પૃથ્થકરણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ અહેવાલના આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, ૨૦૦૬ હેઠળ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
📲Get App