🔥 TRENDING Toyota Innova Hycross Facelift: India'... Kerala Orders Probe Into Six Nipah Dea... Telangana Introduces New Fire Safety N... Telangana Police Initiates Women's Saf... એ.સી.બી.એ આણંદમાં પી.એસ.આઇ. અને પ્રજાજ... Telangana's Tandur Pigeon Pea Makes Hi...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક નિર્ણય

✍️ Reporter: Atul Thakor 🗓 29 Oct 2026, 07:02 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક નિર્ણય; ગુજરાતે ભારતની ફાર્માસ્યુટિકલ આત્મનિર્ભરતા સુદ્રઢ કરવા જંબુસર બલ્ક ડ્રગ પાર્ક માટે વિશિષ્ટ પ્રોત્સાહક યોજના જાહેર કરી...

🔸 ગુજરાત સરકારે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે સ્થપાનારા બલ્ક ડ્રગ પાર્કમાં ઔદ્યોગિક એકમોને સહાય માટે એક વિશિષ્ટ ઇન્સેન્ટિવ યોજના મંજૂર કરી છે; આ નિર્ણય ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગમાં ભારતની આત્મનિર્ભરતા વધારવા અને મહત્વપૂર્ણ Active Pharmaceutical Ingredients (APIs), Key Starting Materials (KSMs) તેમજ Drug Intermediates ની વિદેશી આયાત પર નિર્ભરતા ઘટાડવાની દિશામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે...

🔸 કેપિટલ સબસિડી, યુટિલિટી ખર્ચમાં સહાય અને સ્ટેમ્પ ડ્યુટીમાં 100 ટકા રિઇમ્બર્સમેન્ટ જેવા આકર્ષક પ્રોત્સાહનો
🔸 ભરૂચના જંબુસર ખાતે 2,015 એકરમાં આકાર લઈ રહ્યો છે દેશનો અત્યાધુનિક પ્લગ-એન્ડ-પ્લે બલ્ક ડ્રગ મેગા પાર્ક
🔸 આ યોજના હેઠળના મુખ્ય આર્થિક પ્રોત્સાહનોમાં રોકાણકારોને તેમની પ્રોજેક્ટ જરૂરિયાતો અનુસાર વિશિષ્ટ 'બલ્ક ડ્રગ પાર્ક સ્કીમ' અથવા 'વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026' હેઠળ લાભ મેળવવાની અનુકૂળતા આપવામાં આવી છે
📲Get App