🔥 TRENDING BJP Accuses AAP of Ties to Punjab Drug... एमपीएल‑8 टूनामेंट का आरम्भ 7 नवंबर से,... Fire Devastates House in Tumni, South... Chief Minister Himanta Biswa Sarma Pay... OCS ପରୀକ୍ଷା: ସତ୍ୟପାଠ ମାଗିଲେ ହାଇକୋର୍ଟ Three Women Killed, Four Injured in Co...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સામખિયાળી પોલીસની મોટી સફળતા: પવનચક્કીના કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલ્યો, ચાર આરોપીઓ ઝડપાયા

✍️ Reporter: Rameshbhai Ven 🗓 29 Oct 2026, 08:01 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સામખિયાળી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પવનચક્કીના કોપર વાયરની ચોરી કરનાર ચાર શખ્સોને ઝડપી પાડી ₹24 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પૂર્વ કચ્છમાં ચોરીના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ કામગીરી અંતર્ગત સામખિયાળી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે પવનચક્કીના કોપર વાયરની ચોરીના કેસમાં ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ નોંધાયેલા ગુના નંબર 11993001260512/26 ની તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 240 SQMMના અંદાજે 120 મીટર કોપર કેબલ વાયર કબજે કર્યા છે, જેની અંદાજિત કિંમત ₹24,000 છે.

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં પચાણ પબાભાઈ રબારી (34), દેવા મમુભાઈ કોલી (26), વિજય કરમશીભાઈ કોલી (31) અને સતીશ રાયશીભાઈ કોલી (28) નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ભચાઉ તાલુકાના જંગી ગામના રહેવાસી છે.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ ભુજ-કચ્છ) અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારની સૂચના હેઠળ કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. ઝાલાની સૂચનાથી સામખિયાળી પોલીસની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App