🔥 TRENDING Cyclone Arnab Brings Heavy Rains to Bi... ತುಮಕೂರು: ಕಾರ್ಖಾನೆಯ ಯಂತ್ರಕ್ಕೆ ಸಿಲುಕಿ ಯು... Uncapped Indian Women Cricketers Aim f... India and Liechtenstein Sign New Tax T... PGTI partners with Business Today to b... Google Shares Rise Slightly Amid OpenA...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ખેત બચાવો અભિયાનમાં બોટાદના નાની વાવડીમાં ખેડૂત માર્ગદર્શન શિબિરનું સફળ આયોજન

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 28 Oct 2026, 11:12 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત ખેડૂત માર્ગદર્શન શિબિર યોજાયો, જેમાં વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અને પાકના યોગ્ય પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આજરોજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત ખેડૂત માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખેડૂતોને ખેતીને લગતી વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ, પાકનું યોગ્ય પોષણ, ખાતર અને કૃષિ ઉત્પાદનોનો સંતુલિત ઉપયોગ અને ખેતીને વધુ ફાયદાકારક બનાવવા અંગે જરૂરી માહિતી આપવામાં આવી.

આ કાર્યક્રમમાં નાનીવાવડી ગામના સરપંચ અને સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રી પ્રતાપસિંહ ડોડીયા, ખેતી મદદનીશ શ્રીયાબેન અને આશાબેન, જી. એન. એફ. સી.ના ખેતી અધિકારી વિપુલભાઈ, કૃષિ વિભાગના અધિકારીઓ, ચાંપરાજસિંહ પ્રતાપસિંહ ડોડીયા એડવોકેટ અને પ્રમુખ શ્રી બાર એસોસિએશન રાણપુર, માજી ડેલિકેટ શ્રી હનુભા પરમાર, નાની વાવડી ગામના નિવૃત્ત શિક્ષક મોબતસિંહ મોરી, ઉપ સરપંચ શ્રી મગનભાઈ જાદવ, શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ ફિલ્ડ ફેસિલેટર જીવણભાઈ ડાભી, તથા ગામના ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

આવા માર્ગદર્શન કાર્યક્રમો ખેડૂતોને નવીન કૃષિ પદ્ધતિઓથી માહિતગાર કરવા અને ખેતીના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ખેડૂત સમૃદ્ધ તો ગામ સમૃદ્ધ, ગામ સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ! આ માર્ગદર્શન શિબિર બદલ નાની વાવડી ગામના સરપંચ અને સેવા સહકારી મંડળીના ચેરમેન પ્રતાપસિંહ ડોડીયા દ્વારા ખેતીવાડી વિભાગ બોટાદનો આભાર માનવામાં આવ્યો.
📲Get App