🔥 TRENDING सिकंदरा चौराहे पर वाहनों का लगा लंबा ज... ग्वालियर में ऑटो रिक्शा और माल वाहनों... ग्वालियर ग्रामीण में सम्मानित हुए अंतर... जल निगम ने शाहजहांपुर में पेयजल पाइपला... Heavy Rain Forecast: Schools Closed in... 3 వ టీ 20 లో న్యూజిలాండ్ పై భారత్ విజయ...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિએ એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ, નક્સલમુક્ત ભારતના સંકલ્પનો સંદેશ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 28 Oct 2026, 07:35 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ દેશની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાનો સંદેશ આપશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નક્સલમુક્ત ભારતના સંકલ્પને જનમાનસ સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે યોજાનારી આ પરેડમાં દેશભરનાં વિશેષ સુરક્ષા દળો પોતાની શિસ્ત, શૌર્ય અને કર્તવ્યનિષ્ઠાનું પ્રદર્શન કરશે.
પરેડમાં છત્તીસગઢની STF અને DRG, ઝારખંડની જગુઆર, ઓડિશાની SOG, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની ગ્રેહાઉન્ડ્સ, કર્ણાટકની ANF, કેરળની થંડરબોલ્ટ, મહારાષ્ટ્રની C-60 તથા CRPFની CoBRA કમાન્ડો બટાલિયન સહિતનાં વિશેષ દળો ભાગ લેશે. આ ઉપરાંત BSF, ITBP, SSB, CISF, CRPF અને NCCની ટુકડીઓ પણ પરેડમાં સામેલ થશે.
પરેડમાં ૨૦ માર્ચિંગ ટુકડીઓના ૩,૪૮૦ પ્રતિભાગીઓ સહિત વિવિધ ઘટકોમાં કુલ ૪,૯૫૬ પ્રતિભાગીઓ ભાગ લેશે. બેન્ડ ટુકડીઓના ૮૧૦ પ્રતિભાગીઓ, ૪૨ સભ્યોની ડોગ સ્ક્વૉડ અને SSB-CRPFના ૧૫૨ પ્રતિભાગીઓનો સંયુક્ત ડેરડેવિલ શો પરેડનાં મુખ્ય આકર્ષણો રહેશે. પરેડ સિવાયના સાંસ્કૃતિક કાર્યક્રમો, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની નાટ્યપ્રસ્તુતિ, ટેબ્લો અને અન્ય આયોજનોમાં કુલ ૭,૭૩૪ પ્રતિભાગીઓ જોડાશે.
સરદાર પટેલે દેશનાં રજવાડાંઓનું એકીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. તેમના રાષ્ટ્રીય એકતાના આદર્શોને આગળ ધપાવતી આ ઉજવણી નક્સલવાદ સામેની લડાઈમાં સુરક્ષા દળોની ભૂમિકા સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને માળખાકીય સુવિધાઓના વિકાસનું મહત્ત્વ પણ ઉજાગર કરશે. સુરક્ષા અને વિકાસના સંકલન દ્વારા શાંતિ સ્થાપિત કરવા તથા દેશના દરેક વિસ્તારમાં રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આ પરેડ આપશે.
📲Get App