🔥 TRENDING Six Arrested in Nagaon’s Kachua Amid C... Dhubri Police Arrest 64 Individuals in... IIT Patna students win Flipkart Grid 2... New Weekly Train Service Launched Betw... CAQM Reviews Air Quality Management Me... ଦୁଃଖୀ ମଣିଷର ଦୁଃଖ ବେଶୀ : ବିଧବା ମା’ର ତିନ...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લીમાં પાંચ ગેરકાયદેસર દારૂ અને વાહન સ્મગલર્સને ધરપકડ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Oct 2026, 12:18 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડથલી ગામની સીમામાં પાંચ ઇસમોને ધરપકડ કરી, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ, મોટર સાયકલ, જયુપીટર વાહનો અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે..

અરવલ્લીના-:
ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડથલી ગામની સીમામાં પાંચ ઇસમોને ધરપકડ કરવામાં આવી,જે ભારતીય બનાવટના વિદેશી દારૂ, મોટર સાયકલ, જયુપીટર વાહનો અને મોબાઇલ ફોનની હેરાફેરીમાં સામેલ હતા.પોલીસ અધિકારીઓ મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઇન્સપેક્ટર એલ સી બી,પોલીસ સબ ઇન્સપેક્ટર વી.જે. તોમર,પોલીસ સબ ઇન્સપેક્ટર વી ડી વાઘેલા અને એલ.સી.બી ટીમના કર્મચારીઓ પેટ્રોલિંગ દરમિયાન આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી, વડથલી ગામની સીમામાં મોટર સાયકલ અને જયુપીટર વાહનોને નાકાબંધી કરી અને ઇસમોને પકડ્યા..

કબજે કરેલ માલમાં 419 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹1,12,350), 2 મોટર સાયકલ અને 2 જયુપીટર વાહનો (કિંમત ₹2,00,000) અને 5 મોબાઇલ ફોન (કિંમત ₹50,000) સામેલ હતા, જેનું કુલ મૂલ્ય ₹3,62,350 થાય છે.પકડાયેલા ઇસમોમાં લવકુશકુમાર નન્નુભાઈ સરોજ રહે. ખામ્હા (કુન્ડા, પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ), ગોર્ધનકુમાર સનસિંહ સોલંકી રહે. ધોમ (સાઠંબા, અરવલ્લી), સાગર સુરેશ પટેલ રહે. હાથીગવા (કુન્ડા, પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ),અજયકુમાર કુલાભાઈ ઠાકોર લીમ્બરવાડા (વિરપુર, મહિસાગર), મિથુનભાઈ શ્રીરામનરેશ પટેલ પલપ (સુરાવ, પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ), વોન્ટેડ આરોપીઓ ગણપતભાઈ વાલમભાઈ ઠાકોર રહે. લીમ્બરવાડા (વિરપુર, મહિસાગર) અને રાજસ્થાન કુડલી ઠેકા ઉપર બેસતો ઇસમ (નામ મળેલ નથી).નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ અને પોલીસ અધિક્ષક મનોહર સિંહ એન જાડેજાનાએ અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર દારૂ, જુગાર અને નશીલા દ્રવ્યોની વેચાણ અને હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપી.
📲Get App