🔥 TRENDING જ્યાં જનતાનો વિશ્વાસ છે, ત્યાં સુરક્ષા... हजारीबाग के केरेडारी में चंद्रगुप्त को... खेड़ रणछोड़ राय मंदिर में आज सजेगा भव्... Shailendra Kumar Takes Interim Charge... J&K Govt Sets Up Rent Authorities and... Jammu & Kashmir to See Light Rain and...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ખેડબ્રહ્મા પોલીસએ સજા વોરંટ હેઠળ દિપકભાઈ મકવાણાને પકડ્યો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 27 Oct 2026, 07:14 PM 👁 68
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સબરકાંઠાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં સજા વોરંટ નંબર ૫૧૧/૨૦૨૫,૫૧૨/૨૦૨૫ અને ૧૯૦/૨૦૨૬ હેઠળ આરોપી દિપકભાઈ મકવાણાને પકડવામાં આવ્યો..

સબરકાંઠાના-:
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં સજા વોરંટ નંબર ૫૧૧/૨૦૨૫, ૫૧૨/૨૦૨૫ અને ૧૯૦/૨૦૨૬ હેઠળ આરોપી દિપકભાઈ મકવાણાને પકડવામાં આવ્યો.આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલની સૂચનાઓ મુજબ કરવામાં આવી હતી.નાયબ પોલીસ અધિક્ષક ડૉકટર કુલદીપકુમાર નાયી અને ડી એન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સતત વોચ અને સર્વેલન્સ રાખવા માટે માર્ગદર્શન આપ્યું.આ પગલાં હેઠળ ૨૭/૧૦/૨૦૨૬ના રોજ પેટ્રોલીગમાં રહેલા પોલીસ સ્ટાફે સજા વોરંટ ધરાવતા આરોપીને શોધી કાઢ્યો..

આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ મેવાભાઈને ખાનગી રીતે જાણ કરવામાં આવી કે દિપકભાઈ મકવાણાને લક્ષ્મીપુરા ચાર રસ્તા ખાતે પકડવામાં આવશે.ટીમવર્ક અને સચોટ આયોજનથી આરોપીને ઝડપવામાં સફળતા મળી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.આ આરોપી સજા વોરંટ હેઠળ ૫૧૧/૨૦૨૫માં રૂપિયા ૯૯,૦૦૦/- ના અદાયગી ન કરવા બદલ ૧૧ માસની સાદી કેદની સજા, ૫૧૨/૨૦૨૫માં રૂપિયા ૭૨,૦૦૦/- ના અદાયગી ન કરવા બદલ ૫ માસની સાદી કેદની સજા અને ૧૯૦/૨૦૨૫માં રૂપિયા ૪૫,૦૦૦/- ના અદાયગી ન કરવા બદલ ૫ માસની સાદી કેદની સજા ધરાવે છે..

પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને કારણે આ કેસમાં સફળતા મળી.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી એન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન,એસ એમ વસૈયા પોલીસ સબ ઇન્સ્પેકટર,સુનીલકુમાર કાન્તીભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,પ્રદીપસિહ મહેન્દ્રસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,વિનોદભાઈ મેવાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,યુવરાજસિહ કીરીટસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ.
📲Get App