મુંદરાના રાઘા ગામની સીમમાં ગેરકાયદે ખનન સામે એલસીબી ની કાર્યવાહી ૨૮.૩૩૦ ટન મોરમ ભરેલું હાઇવા અને હિટાચી મશીન જપ્ત
મુંદરાના રાઘા ગામની સીમમાં ગેરકાયદે ખનન સામે એલસીબી ની કાર્યવાહી ૨૮.૩૩૦ ટન મોરમ ભરેલું હાઇવા અને હિટાચી મશીન જપ્ત મુંદરા તાલુકાના રાઘા ગામની સીમમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશિ્ચમ| કચ્છ-ભુજ દ્વારા ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન પાસ-પરમિટ અને રોયલ્ટી વિના ૨૮.૩૩૦ ટન મોરમ ભરેલું હાઇવા વાહન નંબર જીજે-૦૮-એયુ-૨૦૪૪ તથા ખનન માટે ઉપયોગમાં લેવાતું હિટાચી મશીન મળી આવતાં બંને વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં હતાં. વાહનોને પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે રાખી આગળની કાર્યવાહી માટે ફ્લાઇંગ સ્ક્વોડ ટીમને જાણ કરવામાં આવી| હતી.આ કામગીરી એલસીબી એ.એમ.મકવાણા સહિતની ટીમે હાથ| ધરી હતી