🔥 TRENDING अपर कलेक्टर ने विदिशा में जनगणना द्वित... ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਾਮਦਾਸ ਨੌਜਵਾਨ ਸੇਵਾ ਸੋਸਾਇਟੀ ਵ... बुरहानपुर में प्रथम ताप्ती रैपिड एवं ब... मुख्य सचिव अशोक वर्णवाल ने ग्वालियर मे... सिंहस्थ-2028 की तैयारियों को गति: मुख्... राष्ट्रीय मानवाधिकार आयोग सदस्य प्रियं...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લી પોલીસ દ્વારા શામળાજી આશ્રમ નજીક નાસતા ફરતા આરોપી દિનેશભાઈ સોમાભાઈ વર્સાતની ધરપકડ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Oct 2026, 09:22 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હાકામે છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને શામળાજી આશ્રમ નજીકથી ધરપકડ કરવામાં આવી..

અરવલ્લીના-:
શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હાકામે છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપી દિનેશભાઈ સોમાભાઈ વર્સાતને શામળાજી આશ્રમ નજીકથી ધરપકડ કરવામાં આવી.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ અને અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઈવનુ આયોજન કર્યું..

જેમાં મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી અરવલ્લી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી જે તોમર,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી ડી વાઘેલા અને એલ.સી.બી સ્ટાફનો સમાવેશ થાય છે.આજરોજ એલ.સી.બી સ્ટાફના માણસો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા,ત્યારે શામળપુર ગામની સીમામાં ખાનગી માર્ગે દિનેશભાઈની હાજરીની ખબર મળી. પોલીસે શામળાજી આશ્રમ ચાર ૨૨તા નજીકથી રાઉન્ડઅપ કરી આરોપીને પુછપરછ કરી અને ગુન્હામાં પકડવાનો બાકી આરોપી તરીકે કબૂલાત કરાવી..

આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે શામળાજી પોલીસ સ્ટેશન મોકલી આપવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ રહેશે.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ.એચ.ઝાલા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી અરવલ્લી,વી.જે.તોમર પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી અરવલ્લી,વી.ડી.વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી અરવલ્લી,કરણસિંહ સાલુસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ એલ.સી.બી અરવલ્લી,ભયપાલસિંહ જુવાનસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ એલ.સી.બી અરવલ્લી,વિશ્વદીપસિંહ મહાવિરસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ એલ.સી.બી અરવલ્લી,હાર્દિકકુમાર અરવિદભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ એલ.સી.બી અરવલ્લી જેવા સહાયક પોલીસ અધિકારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.આ ઘટના દર્શાવે છે કે અરવલ્લી પોલીસ વિભાગ પ્રોહિબિશનના ગુન્હાઓ સામે સક્રિય પગલાં લઈ રહ્યો છે અને નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
📲Get App