🔥 TRENDING ਪੰਜਾਬ ਤੇ ਹਰਿਆਣਾ ਹਾਈ ਕੋਰਟ 'ਚ ਨਿਕਲੀਆਂ ਭਰ... સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના MICU વિભા... सपोटरा किले की चारदीवारी पर फिर दिखे द... सपोटरा किले की चारदीवारी पर फिर दिखे द... लखनऊ मंडल ने पीईटी अभ्यर्थियों के लिए... अम्बेडकरनगर: थाना बेवाना में जिलाधिकार...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓ વચ્ચે આરોગ્ય વિભાગ સજ્જ, બાઈક એમ્બ્યુલન્સથી સ્થળ પર જ સારવાર

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 24 Oct 2026, 12:05 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે તા. 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન શ્રમિકો, કર્મચારીઓ અને અન્ય સ્ટાફને તાત્કાલિક આરોગ્ય સેવા મળી રહે તે માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાંચ બાઈક એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે.
મોબાઈલ હેલ્થ યુનિટના માધ્યમથી કાર્યરત આ ટીમો એકતાનગરના વિવિધ સ્થળોએ પહોંચીને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક પ્રાથમિક સારવાર પૂરી પાડી રહી છે. ભીડભાડવાળા વિસ્તારોમાં પણ ઝડપથી પહોંચી શકાય તે માટે બાઈક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
નર્મદા જિલ્લાના એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ. આર. એસ. કશ્યપે જણાવ્યું હતું કે, કાર્યક્રમની તૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો, ડીએસએફ સહિતના સ્ટાફને કામકાજ દરમિયાન કોઈ તકલીફ થાય તો સ્થળ પર જ તબીબી સહાય મળી રહે તે આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ છે.
મેડિકલ ઓફિસર કરણભાઈ પવારે જણાવ્યું હતું કે, પાંચ બાઈક એમ્બ્યુલન્સ સાથે પાંચ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફની ટીમો સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી સેવા આપે છે. ખાંસી, શરદી, તાવ અને શરીરના દુખાવા જેવી સામાન્ય તકલીફોમાં નિઃશુલ્ક પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવે છે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન તૈયારીઓમાં જોડાયેલા લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે આરોગ્ય વિભાગની આ પહેલ ઉપયોગી સાબિત થઈ રહી છે. સમયસર સારવાર અને આરોગ્ય સેવાઓની સુલભતા સુનિશ્ચિત કરવા વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
📲Get App