ઝાલા ના મુવાડા ગામ ખાતે શ્રી રાજ શક્તિ યુવક મંડળ દ્વારા દશેરા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી
શ્રી આદ્યશક્તિ માતાજીના નવરાત્રી પર્વ નિમિત્તે દશેરા ની ભવ્ય ઉજવણી ઝાલા ના મુવાડા ગામ ખાતે શ્રી રાજ શક્તિ યુવક મંડળ દ્વારા કરવામાં આવી જેમાં મંડળના દરેક મિત્રો દ્વારા સમસ્ત ઝાલા પરિવારનો ભોજન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો.અને 21 મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત ઝાલા પરિવારના ભાઈઓ બહેનો અને નાના ભોળકાઓ મોટી સંખ્યામાં આવ્યા હાજર રહ્યા અને DJ ના તાલે રાસ ગરબા ની રમઝટ જમાવી.