🔥 TRENDING સાબરકાંઠામાં સર્વેલન્સ સ્કોડે સજા વોરં... Senior Citizens Can Now Submit Life Ce... Face Authentication Simplifies Digital... Green Job Opportunities Surge in Priva... Police Uncover Fake Uniform Gang in Bi... Bangalore Launches 3-Day Grand Fair fo...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ચોરીના ગુનામાં ૧૦ મહિનાથી નાસતા હિતેશ ગઢવીને રાપર પોલીસે વડોદરામાંથી ઝડપી પાડ્યો

✍️ Reporter: Rameshbhai Ven 🗓 22 Oct 2026, 08:36 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા ૧૦ મહિનાથી નાસતા ફરતા આરોપી હિતેશભા રામભા ગઢવીને રાપર પોલીસે વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી આ પકડ કરવામાં આવી છે.

રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા ૧૦ મહિનાથી નાસતા ફરતા આરોપીને રાપર પોલીસે વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીને શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપી હિતેશભા રામભા ગઢવી (ઉંમર ૩૯ વર્ષ) છે, જેનો સ્થાયી સરનાનો ચિભડા, તાલુકો દિયોદર, વાવ-થરાદ હોવાનું જાણવા મળ્યું છે. રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર ૧૧૯૯૩૦૧૦૨૬૦૦૭૭/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૩૦૩(૨) મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સામે સિદ્ધપુર, ઉનાવા, હળવદ વાવ વાગદોડ, શંખેશ્વર, હારીજ ભાભર અને બેચરાજી સહિતનાં પોલીસ સ્ટેશનોમાં અગાઉ પણ ચોરી સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ.ખટાણા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી.એલ.ફણેજા તથા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
📲Get App