🔥 TRENDING विदिशा में आईटीआई प्रशिक्षण से सोलर टे... वाराणसी के अर्दली बाजार में भक्ति जागर... હિંમતનગર સુરાજપુરામાં રૂ. 7.69 લાખનો વ... Karnataka launches village-level clima... હિંમતનગર સુરાજપુરામાં રૂ. 7.69 લાખનો વ... उज्जैन के तराना में सत्य सनातन स्वाभिम...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠામાં સર્વેલન્સ સ્કોડે સજા વોરંટના આરોપીને પકડી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Oct 2026, 09:50 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર વિભાગના સર્વેલન્સ સ્કોડે ફેમીલી કોર્ટના કેસમાં સજા વોરંટ બહાર પડેલા આરોપી દિલુસિંહ વાઘેલાને પ્રાંતીજમાંથી ઝડપી પાડ્યો છે..

સાબરકાંઠામાં-:
પોલીસ દ્વારા સજા વોરંટના આરોપીઓને ઝડપવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક ડોકટર પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા) દ્વારા આ સંદર્ભમાં સુચનાઓ આપવામાં આવી હતી.આ માર્ગદર્શન હેઠળ એ.કે.પટેલ (વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક, હિંમતનગર) દ્વારા ડી.આર.પઢેરીયા (પોલીસ ઇન્સ્પેક્ટર, સર્વેલન્સ સ્કોડ) અને એન.સી.ગોહિલ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) સહિતની ટીમને સતત તપાસ અને વોચ રાખવા સૂચનો આપવામાં આવ્યા હતા..

આ સૂચનોના આધારે સર્વેલન્સ સ્કોડની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન, તેમની પાસે મળેલી બાતમી અને હકીકતોના આધારે ફેમીલી કોર્ટ હિંમતનગરના ફોજદારી કેસ નં. ૧૧/૨૦૨૬ માં સજા વોરંટ બહાર પડેલા આરોપી દિલુસિંહ દોલતસિંહ વાઘેલા (રહે. કાટવાડ, તા. પ્રાંતીજ, જિ. સાબરકાંઠા) ને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીની ઝડપ પાછળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં ડી.આર.પઢેરીયા (પોલીસ ઇન્સ્પેક્ટર), એન.સી.ગોહિલ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર), જયેન્દ્રસિંહ જોરાવરસિંહ (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર), દીપકસિંહ જગતસિંહ (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર), ભરતભાઈ નારાયણભાઈ (આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ), ગજેન્દ્રસિંહ બળવંતસિંહ (આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ), સરદારસિંહ દિપસિંહ (આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ), સંદિપકુમાર ઇશ્વરભાઈ (આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ), હર્ષપાલસિંહ દિલિપસિંહ (આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ) અને પંકજકુમાર કાંતિલાલ (આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ)નો સમાવેશ થાય છે.
📲Get App