ગરબાના આર્થોઅને લઈ ભાવનગરમાં જૂથ અથડામણ
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી કિ્રષ્ના સોસાયટીમાં પાંચ દિવસ પહેલાં થયેલી જૂથ અથડામણના CCTV ફૂટેજ સામે આવ્યા છે. નવરાતિ્ર દરમિયાન ગરબાના આયોજનને લઈને સામાન્ય બાબતમાં શરૂ થયેલો વિવાદ ઉગ્ર બન્યો હતો. બંને જૂથો વચ્ચે લાકડીઓ, તલવારો અને પાઇપ જેવા હથિયારો સાથે મારામારી થઈ હતી, તેમજ સામસામે પથ્થરમારો પણ થયો હતો. બંને પક્ષો વચ્ચે સમાધાનની વાતચીત ચાલી રહી હોવા છતાં નીલમબાગ પોલીસે કુલ 24 શખ્સો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.