🔥 TRENDING ସ୍ୱତନ୍ତ୍ର ୱାର୍ଡ ଗଠନପାଇଁ ଜିଲ୍ଳା ପରିଷଦ ଉ... Punjab Accused of Misleading Public on... BJP Blames AAP for Shielding 'Paper Le... Assam CM Pays Tribute to Bhupen Hazari... Assam State Lottery Announces Bodoland... New Six-Foot Flowering Plant Discovere...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દેશની સુરક્ષા માટે શહીદ થયેલા પોલીસ જવાનોને જૂનાગઢ પોલીસ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 21 Oct 2026, 07:03 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દેશની શાંતિ અને નાગરિકોની સલામતી માટે પોતાના પ્રાણો આહુતિ આપનાર શહીદ પોલીસ જવાનોના શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને જૂનાગઢ પોલીસ દ્વારા કોટિ કોટિ વંદન કરવામાં આવ્યાં.

દેશની સુરક્ષા, શાંતિ અને નાગરિકોની સલામતી માટે શહીદ થયેલા વીર પોલીસ જવાનોના શૌર્ય, સાહસ અને સર્વોચ્ચ બલિદાનને જૂનાગઢ પોલીસ દ્વારા કોટિ કોટિ વંદન કરવામાં આવ્યું છે. દેશની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર આ વીરોની કર્તવ્યનિષ્ઠા અને અદમ્ય સાહસને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

જૂનાગઢ પોલીસ દ્વારા સંપાદિત આ કાર્યક્રમમાં શહીદ વીર પોલીસ જવાનોને યાદ કરી તેમના સર્વોચ્ચ બલિદાનને નમન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉલ્લેખ કરાયો કે શહીદ જવાનોનું બલિદાન હંમેશાં અમર રહેશે અને તેમની શૌર્યગાથા દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

તેમની ફરજનિષ્ઠા અને દેશપ્રેમની ભાવના આવનારી પેઢીઓને પણ દેશસેવા માટે પ્રેરિત કરતી રહેશે, એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દ્વારા શહીદોની સ્મૃતિ જાગૃત રાખવામાં આવે છે અને તેમના પરિવારોને સંતોષ પહોંચાડવામાં આવે છે.
📲Get App