સમીના નાની ચંદુર ગામે બહુચર માતાજીના મંદિરે ચંડી હવનનું આયોજન કરાયું

સમી, પાટણ: સમી તાલુકાના નાની ચંદુર ગામે આવેલા બહુચર માતાજીના મંદિરે ચંડી હવનનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાર્મિક વિધિ અને માતાજીની આરાધના સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
આ ચંડી હવનના યજમાન તરીકે ઠાકોર કાળુજી અમરતજી અને ઠાકોર મનુજી કનુજી પરિવાર જોડાયા હતા. હવનની ધાર્મિક વિધિ મહેશ શાસ્ત્રી દ્વારા સંપન્ન કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે બહુચર ભવાઈ મંડળના મેનેજર રઘુજી ઠાકોર સહિત ભવાઈ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ માતાજીના દર્શન કરી ધાર્મિક આયોજનમાં સહભાગી બની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
ચંડી હવનના આયોજનથી નાની ચંદુર ગામમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. આવા ધાર્મિક આયોજનો ગામની સંસ્કૃતિ, પરંપરા અને શ્રદ્ધાને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
યજમાન પરિવારની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ સંપન્ન થઈ; બહુચર ભવાઈ મંડળના મેનેજર રઘુજી ઠાકોર સહિત સભ્યો રહ્યા ઉપસ્થિત....