🔥 TRENDING અમરોલીની વિજયદીપ સોસાયટીમાં નવરાત્રિ ગ... एटा के हत्सारी गांव में बुखार के प्रको... સુરતમાં યોગી ચોકમાં તિરુપતિ સોસાયટીમાં... ગોવિંદધામ રો હાઉસમાં માતાજીની આઠમની ઉજ... ભરૂચની જામા મસ્જીદનો એક ભાગ અને ગેટ લો... गोल्फ सिटी प्लॉट-8 के बच्चों एवं निवास...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીના લાઠી રોડ પર ધરમ નગર સોસાયટીના મુખ્ય માર્ગ પર પાણીનો બેફામ બગાડ અને દબાણોને કારણે અકસ્માતની ભીતિ, સ્થાનિક રહીશોની તાત્કાલિક કાર્યવાહીની માંગ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 19 Oct 2026, 04:43 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીના લાઠી રોડ પર ધરમ નગર સોસાયટીના મુખ્ય માર્ગ પર પાણીનો બેફામ બગાડ અને દબાણોને કારણે અકસ્માતની ભીતિ, સ્થાનિક રહીશોની તાત્કાલિક કાર્યવાહીની માંગ



અમરેલી, તા. ૧૮ ઓક્ટોબર
અમરેલીના લાઠી રોડ પર આવેલી ધરમ નગર સોસાયટીના મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે, તેમજ મુખ્ય માર્ગ પર ગેરકાયદે દબાણો વધી જવા પામ્યા છે, જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ધરમ નગર સોસાયટી એ અમરેલીની મોટી સોસાયટીઓમાંની એક છે. આ સોસાયટીમાં ૧૦ થી વધારે પેટા સોસાયટીઓ આવેલી છે, જેમાં સેંકડો પરિવારો વસવાટ કરે છે. આ તમામ સોસાયટીઓ માટે આ મુખ્ય માર્ગ અવરજવરનો એકમાત્ર મુખ્ય માર્ગ છે. આમ છતાં, આ મુખ્ય માર્ગ પર જ કેટલાક લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા છે અને રોડ પર જ વાહનો પાર્ક કરવામાં આવતા હોવાથી અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે તેવું સ્થાનિક રહીશોનું કહેવું છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, મુખ્ય માર્ગ પર પાણીનો સતત બગાડ થઈ રહ્યો છે. પાણી રોડ પર વહેતું રહેતા રસ્તો બિસ્માર બની ગયો છે અને કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે. જેના કારણે અહીંથી પસાર થતા સ્કૂલે જતા નાના બાળકો તથા મોટી ઉંમરના વડીલો અવાર-નવાર લપસીને અકસ્માતનો ભોગ બને છે. ઉપરાંત, રોડ પર કરવામાં આવેલા દબાણો અને આડેધડ પાર્ક કરેલા વાહનોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થાય છે.

આ માર્ગ શાળાએ જતા બાળકો, નોકરિયાત વર્ગ અને વડીલો માટે રોજિંદા અવરજવરનો માર્ગ છે. ત્યારે અહીં સર્જાતી આવી પરિસ્થિતિ ગંભીર અકસ્માતને નોતરી શકે છે.

આથી, ધરમ નગર સોસાયટીના જાગૃત નાગરિકો અને રહીશો દ્વારા અમરેલી નગરપાલિકા સમક્ષ માંગ કરવામાં આવી છે કે, તાત્કાલિક ધોરણે આ મુખ્ય માર્ગ પરથી તમામ દબાણો દૂર કરવામાં આવે, રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે અને પાણીના બેફામ બગાડને અટકાવીને રસ્તાનું સમારકામ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ન સર્જાય.

રિપોર્ટ : સ્થાનિક રહીશો, ધરમ નગર સોસાયટી, અમરેલી
📲Get App