🔥 TRENDING Udta Teer Starrer Ayushmann Khurrana’s... CJP Leaders Das and Ranka to Appear Be... Punjab Showcases Canned Chole and Rajm... Punjab Police Dismantle Drug & Arms Sm... Devajit Saikia Vows Unrelenting Pursui... More Than 40 Injured in Stray Dog Atta...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ચરાડવામાં 'આપ'નો શિક્ષિત ઉમેદવાર જીત્યો એટલે કામો ન કરવાનો દાવો કરનાર સાંસદને ’આપ’ નેતા કમલેશ કોટેચાની ધારદાર પ્રતિક્રિયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 19 Oct 2026, 12:34 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*તારીખ: 18/10/2026*

ચરાડવામાં 'આપ'નો શિક્ષિત ઉમેદવાર જીત્યો એટલે કામો ન કરવાનો દાવો કરનાર સાંસદને ’આપ’ નેતા કમલેશ કોટેચાની ધારદાર પ્રતિક્રિયા

હિન્દુસ્તાનમાં લોકશાહી છે અને દરેક નાગરિકને મરજી મુજબ મત આપવાનો અધિકાર છે, ભાજપના સાંસદ-ધારાસભ્યો આ ભૂલી ગયા છે : કમલેશ કોટેચા AAP

સાંસદ જેવા ગરિમાપૂર્ણ હોદ્દાને આવું નિવેદન શોભતું નથી : કમલેશ કોટેચા AAP

તમામ નગરપાલિકા અને પંચાયતોમાં ભાજપની સત્તા હોવા છતાં સુરેન્દ્રનગરના ખેડૂતો, યુવાનો અને વેપારીઓ ત્રાહિમામ : કમલેશ કોટેચા AAP

સુરેન્દ્રનગરમાં ઠેર-ઠેર દારૂ, જુગાર અને ડ્રગ્સના દૂષણો ફૂલ્યા-ફાલ્યા છે અને મુખ્ય GIDC મૃતપાય થઈ ગઈ : કમલેશ કોટેચા AAP

જો સાંસદને ખરેખર જિલ્લાના વિકાસમાં રસ હોય તો સુરેન્દ્રનગરમાં 'કોટન હબ' લાવીને બતાવે : કમલેશ કોટેચા AAP

જિલ્લામાં વકીલો આંદોલન પર છે અને મહિલાઓ સુરક્ષા માટે ઝંખી રહી છે, છતાં નેતાઓ મૂકપ્રેક્ષક બનીને બેઠા છે : કમલેશ કોટેચા AAP

ભાજપને મત આપનારા સામાન્ય મતદારો પણ આજે ભાજપની નિષ્ક્રિયતા અને અસુવિધાઓના કારણે ભારે નારાજ છે : કમલેશ કોટેચા AAP

વિકાસની વાતો કરવાના બદલે ચરાડવાના લોકોને કામ ન કરવાની ધમકી આપી સાંસદ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે : કમલેશ કોટેચા AAP

ચરાડવાના મતદારોનું ઘોર અપમાન કરવા બદલ સુરેન્દ્રનગરના સાંસદે તાત્કાલિક ધોરણે માફી માંગવી જોઈએ : કમલેશ કોટેચા AAP
📲Get App