🔥 ट्रेंडिंग पंचायत आम चुनाव-2026 जिले की आठ पंचाय... ખેડબ્રહમા પોલીસ સ્ટેશને નવરાત્રી દરમ્ય... मुख्यमंत्री डॉ. मोहन यादव का बड़नगर के... પાટણની એન.જી.પટેલ પ્રા.શાળાના વિદ્યાર્... नींदड़ गांव में ग्रामीणों ने संभाली सफ... प्रियांशु कुमार और थाना प्रभारी रवि के...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહાઅષ્ટમીના પાવન પર્વે રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિરે સવારથી જ માઈભક્તોની ભારે ભીડ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 18 अक्टू. 2026, 03:04 PM 👁 30
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે નવરાત્રીના પવિત્ર મહાઅષ્ટમીના પર્વે રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતા મંદિર ખાતે સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીનાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. આઠમના પાવન દિવસે માતાજીનાં દર્શનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ અને અતૂટ શ્રદ્ધા જોવા મળી રહી છે.
નવરાત્રીના આઠમા દિવસે માતાજીની આરાધના અને પૂજાનું વિશેષ મહત્ત્વ છે. ભક્તો માતાજીનાં ચરણોમાં શીશ ઝુકાવી પોતાના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છે. મંદિર પરિસરમાં ભક્તોની અવરજવરથી ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
નવરાત્રીના નવેય દિવસ દરમિયાન રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. દિવસની સાથે રાત્રિના સમયે પણ માઈભક્તો માતાજીનાં દર્શન કરવા પહોંચે છે. મંદિરની આસપાસ લાગતી વિવિધ દુકાનો અને સ્ટોલના કારણે નવરાત્રીના નવેય દિવસ અહીં મેળા જેવો ઉત્સવમય માહોલ જોવા મળે છે.
માં હરસિદ્ધિની શક્તિ અને મહિમા અપરંપાર છે. આ પવિત્ર આઠમના દિવસે માતાજીનાં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે.
માં હરસિદ્ધિ સૌ ભક્તો પર પોતાની કૃપા વરસાવે, દરેક પરિવારના જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહે તથા સૌની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના.
તો આ પવિત્ર મહાઅષ્ટમીના અવસરે સૌ ભક્તો હૃદયપૂર્વક બોલો, જય હરસિદ્ધિ માતા,
📲Get App