🔥 TRENDING Gold Prices Rise Slightly in Mysuru Ma... Registered Motor Driving Schools Offer... Water Level Rises in Kapila River at N... KSRTC to Install New Vehicle Tracking... फुलकाहा के मानिकपुर सीमा पर भारत‑नेपाल... Mysore opens three main roads for publ...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં પોપટ ચોકડી પાસે જક્સી રોડ ઉપર આઇકોનિક ગ્રુપ દ્વારા યોજવામાં આવેલ ગરબા મહોત્સવ પ્રોગ્રામમાં વીધર્મીઓને પ્રવેશવા ઉપર વિવાદ સર્જાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 18 Oct 2026, 04:02 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામમાં નવરાત્રી મહોત્સવમાં પ્રવેશ મુદ્દે વિવાદ
આઇકોનિક ગ્રુપના ગરબા મહોત્સવમાં વિરોધના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ વિરમગામ શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન કથિત રીતે અન્ય ધર્મના વ્યક્તિઓના પ્રવેશના મુદ્દે વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટનાને લગતા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.મળતી માહિતી અનુસાર, વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર જખસી રોડ નજીક આયોજિત આઇકોનિક ગ્રુપના નવરાત્રી મહોત્સવ–2026 દરમિયાન આ વિવાદ સર્જાયો હતો. ગરબા મહોત્સવમાં પ્રવેશના મુદ્દે હિન્દુ સંગઠનોના કાર્યકરો અને આયોજકો સાથે સંકળાયેલા વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની માહિતી મળી રહી છે.ઘટનાની જાણ થતાં વિરમગામ ટાઉન પોલીસ તથા 112 જનરક્ષક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને થાળે પાડવા કાર્યવાહી કરી હોવાના અહેવાલ છે.આ ઘટનાને પગલે નવરાત્રી મહોત્સવના આયોજન અને પ્રવેશ વ્યવસ્થાને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, સમગ્ર મામલે પોલીસનું સત્તાવાર નિવેદન, વિવાદનાં ચોક્કસ કારણો અને આગળની કાર્યવાહી અંગેની વિગતોની પુષ્ટિ થવાની બાકી છે રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App