🔥 ट्रेंडिंग आगामी चुनावों एवं त्योहारों के मद्देनज... વેરાવળમાં શારદીય નવરાત્રીના ત્રીજા દિવ... पूजा हेगड़े: पैन-इंडियन अभिनेत्री के र... बॉलीवुड हंगामा ने शानाया कपूर के 103 H... यामी गौतम ने 'मोहिनी' के बारे में कहा:... सिद्धार्थ मल्होत्रा की पैर की चोट, फोट...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

હિંમતનગર બી ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના કલાકોમાં જ ૨૪ મોબાઇલ સાથે આરોપીઓને પકડી પાડ્યા

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 अक्टू. 2026, 05:42 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર બસ સ્ટેન્ડ સામેની પરી મોબાઇલ દુકાનમાંથી થયેલી ૨૪ મોબાઇલ ફોનની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસે ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. સી.સી.ટી.વી ફૂટેજ અને બાતમીના આધારે આ ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે.

હિંમતનગર બી ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના કલાકોમાં જ આરોપીઓને પકડી પાડીને ચોરાયેલા કુલ ૨૪ મોબાઇલ ફોન મુદ્દામાલ તરીકે કબજે કર્યા છે. હિંમતનગર બસ સ્ટેન્ડ સામે આવેલી 'પરી મોબાઇલ' દુકાનમાંથી આ ચોરી થઈ હતી, જેની ઘટના અંગે ગુ.ર.નં-૧૧૨૦૯૦૫૬૨૬૦૯૭૯/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતા એક્ટ (૨૦૨૩) ની કલમ ૩૩૧(૪), ૩૦૫(એ) અને ૫૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) ગાંધીનગર વિભાગ અને પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ (IPS) સાબરકાંઠા-હિંમતનગર દ્વારા મિલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અનુસાર હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમોલ વિ. જોષી અને સર્વેલન્સ સ્કોર્ડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.સી.બ્રહ્મભટ્ટ સહિતની ટીમ સતત કાર્યરત હતી.

અ.હે.કોન્સ. રાકેશકુમાર વિનુભાઈ, અ.પો.કોન્સ. ધરમવીરસિંહ દિલીપસિંહ અને આ.પો.કો. અભિષેકકુમાર મહીજીભાઈને બાતમી મળી હતી કે ચોરીની ઘટના બાદ ચાર આરોપીઓ એક એક્સેસ અને એક એક્ટિવા પર શકમંદ હાલતમાં ચોરીની જગ્યાએથી નીકળી રહ્યા છે. પોલીસે ચોરીની આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી કેમેરા અને સાબરકાંઠા જિલ્લા કમાન્ડ કંટ્રોલ ખાતે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ સી.સી.ટી.વી ફૂટેજ તપાસીને આરોપીઓને ઓળખ્યા હતા.

પોલીસે આરોપી હાર્દિકસિંહ કુમેન્દ્રસિંહ ભાટી (રહે. શ્રીનગર સોસાયટી, બેરણા રોડ, હિમતનગર), કુશાલસિંહ ઉર્ફે અજયસિંહ કમલસિંહ ભદોરીયા (રહે. ઇન્દ્રનગર, મહાવીરનગર, હિમતનગર) અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરોને પકડી પાડ્યા છે. આરોપીઓએ દુકાનનું શટલ તોડીને ચોરી કરી હતી અને તેમની પાસેથી કબજે કરવામાં આવેલા ૨૪ મોબાઇલ ફોનને મુદ્દામાલ તરીકે રોકવામાં આવ્યા છે.
📲Get App