🔥 ट्रेंडिंग बिहार में JD‑U ने MLC चुनाव के परिणामो... आरजेडी के तेज प्रताप यादव ने बिहार सीए... મેઘરજ તરફના માર્ગમાં નાયરા પેટ્રોલ પંપ... ઉજ્જૈનનાં શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભસ... राजमार्ग एनएच 44 के पुल पर लाइट बंद, श... ભગવાન બિરસ મુંડાની 151મી જન્મજયંતિ નિમ...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

કુતિયાણા નજીક રોડ પર વાછરડા સાથે ટકરાતા બાઇક સવારનું મોત

✍️ रिपोर्टर: VIKRAM PATA 🗓 13 अक्टू. 2026, 11:50 AM 👁 64
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કુતિયાણા-ખાગેશ્રી રોડ પર કાલિન્દ્રી ડેમ પાસે વાછરડા સાથે બાઇકની ટક્કર થતાં ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોરબંદર જિલ્લાના કુતિયાણા-ખાગેશ્રી રોડ પર કાલિન્દ્રી ડેમ પાસે ગતરોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પર અચાનક વાછરડું આવી જતાં પુરપાટ ઝડપે આવતી મોટરસાઇકલ તેની સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં મોટરસાઇકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું. જ્યારે મોટરસાઇકલ પાછળ બેઠેલા અન્ય વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ હતી.

આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
📲Get App