🔥 TRENDING देवरिया के अहिल्यापुर में मां के स्थान... जारंग ईस्ट से जारंग शिव मंदिर तक निकली... আগামী সোমবার ( ১২.১০.২০২৬ ) থেকে পুরনো... बिहार: शारदीय नवरात्र के पहले दिन तेलड... ਰੂਸ-ਯੂਕ੍ਰੇਨ ''ਚ ਹੋ ਗਿਆ ਐਨਰਜੀ ਸੀਜ਼ਫ਼ਾਇਰ... शिवपुरी: भौंती पुलिस ने 80 लीटर कच्ची...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

પહાડોની પોસ્ટ ગર્લ: જ્યાં ટેક્નોલોજી હારે છે, ત્યાં જીતે છે શ્રુતિ ઠાકુરની હિંમત

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 11 Oct 2026, 08:58 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર, તમે જોઈ રહ્યા છો NEED 24 NEWS.

હિમાચલના ફાંચા ગામની આ દીકરીને ઓળખો છો? નામ છે શ્રુતિ ઠાકુર.

જ્યાં ગાડી નથી જતી, જ્યાં રસ્તો નથી, ત્યાં આ દીકરી રોજ પગપાળા પહોંચે છે. ખભે લાલ થેલો, હાથમાં બુરાંસના ફૂલ, અને દિલમાં સેવાનો જુસ્સો.

વાંકાચૂંકા રસ્તા હોય કે નબળા લાકડાના પુલ, શ્રુતિ ક્યારેય અટકતી નથી. તે માત્ર ટપાલ નથી પહોંચાડતી, તે લોકોના દિલ સુધી આશા પહોંચાડે છે.
હિમાચલની ગ્રામીણ ડાક સેવિકા શ્રુતિ ઠાકુરની પ્રેરણાદાયી સેવા

નામ છે શ્રુતિ ઠાકુર. હિમાચલ પ્રદેશના દુર્ગમ ફાંચા ગામમાં તેઓ ગ્રામીણ ડાક સેવિકા તરીકે ફરજ બજાવે છે.

વાંકાચૂંકા રસ્તાઓ, જંગલો વચ્ચે બનેલા નબળા લાકડાના પુલ, ઊંચા બરફીલા પહાડો અને પથરાળ જમીન... આ બધું દરરોજ તેમની સફરનો ભાગ છે. ના કોઈ ગાડી, ના સાથે ચાલનાર કોઈ. એકલી મહિલા હોવા છતાં, હાથમાં ચિઠ્ઠીઓ અને પાર્સલનો થેલો અને દિલમાં સેવાનો જુસ્સો લઈને તેઓ દરેક ઘરના દરવાજા સુધી પહોંચે છે.

તેમના માટે આ માત્ર નોકરી નથી, આ ગામવાળાઓ સાથેનો સંબંધ છે. દરેક પાર્સલમાં એક કહાની છે અને દરેક ચિઠ્ઠીમાં કોઈના ધબકારા છે. જ્યાં ટેક્નોલોજી પણ પહોંચવામાં ખચકાય છે, ત્યાં શ્રુતિનો ટકો રો લોકોનો દુનિયા સાથેનો સંબંધ જાળવી રાખે છે.

ચૂપચાપ, કોઈપણ અવાજ વગર, તેઓ દરરોજ સેંકડો પગલાં ચાલીને વિશ્વાસ, જોડાણ અને માનવીય લાગણીઓની ડિલિવરી કરે છે. શ્રુતિ ઠાકુર જેવી મહિલાઓ જ સિસ્ટમનો સાચો સપોર્ટ છે, જેઓ દૂર-દૂરના ખૂણાઓમાં દેશને એક સૂત્રમાં બાંધી રાખે છે.

સલામ છે હિમાચલની આ પોસ્ટ ગર્લને!

નોંધ: આ સમાચાર અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા IG/@indiapost_dop અને ધ બેટર ઈન્ડિયા ગુજરાતીના અહેવાલ આધારિત છે. આ ઘટનાની સ્વતંત્ર પુષ્ટિ NEED 24 NEWS કરતું નથી.
📲Get App