🔥 TRENDING દિયોદર પાસે અકસ્માત सागर संभाग: कमिश्नर ने जारी की विभागीय... West Bengal Teams Up with NICDC to Boo... टीकमगढ़ में सेवा संकल्प अभियान के तहत... Bihar Government Signs MoU with Takht... Two Killed, 21 Injured in Severe Road...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાવરકુંડલામાં આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ: રૂ. ૨ કરોડના માસિક ખર્ચે ચાલતી સંપૂર્ણ

સાવરકુંડલામાં આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ: રૂ. ૨ કરોડના માસિક ખર્ચે ચાલતી સંપૂર્ણ

✍️ Reporter: Anil Vaghela 🗓 09 Oct 2026, 08:06 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાવરકુંડલામાં આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ: રૂ. ૨ કરોડના માસિક ખર્ચે ચાલતી સંપૂર્ણ નિઃશુલ્ક સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ 'વિશ્વાસ બિલ્ડિંગ'નું લોકાર્પણ વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મોરારીબાપુના હસ્તે થશે

સાવરકુંડલા શહેર અને આસપાસના સમગ્ર વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક અદ્ભુત અને ઐતિહાસિક અધ્યાયનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે મહાનગરોને પણ પાછળ છોડી દે તેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ ૭૫,૦૦૦ સ્ક્વેર ફીટનું 'વિશ્વાસ બિલ્ડિંગ' આકાર પામી ચૂક્યું છે. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર થયેલા આ સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ આરોગ્યધામનું ભવ્ય લોકાર્પણ વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મોરારીબાપુના પાવન વરદ હસ્તે અને આશીર્વાદ સાથે આગામી તારીખ ૮ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ સવારે ૯:૩૦ કલાકે યોજાશે.
શ્રી લલ્લુભાઈ શેઠના સેવાકીય વિચારોને શત પ્રતિશત સાકાર કરતી આ નવી સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અતિ આધુનિક અદ્યતન કાર્ડિયોલોજી હૃદય રોગ, ન્યુરોલોજી મગજ અને ચેતાતંત્ર અને અદ્યતન પીડિયાટ્રિક બાળરોગ જેવા અત્યંત મહત્વના વિભાગો કાર્યરત થશે. આ ઉપરાંત, હોસ્પિટલ પરિસરમાં જ અતિ આધુનિક નર્સિંગ કોલેજ શરૂ કરવામાં આવશે. આ સુવિધાઓ ઉપલબ્ધ થવાથી સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ગંભીર બીમારીઓની સારવાર માટે મોટા શહેરો તરફ જવાની જરૂર નહીં રહે.

નવનિર્મિત 'વિશ્વાસ બિલ્ડિંગ'માં એક અદ્યતન 'ઘેલાણી સભાહગૃહ' પણ તૈયાર કરાયું છે, જ્યાં મેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓના ઉચ્ચ સ્તરીય માર્ગદર્શન માટે સેમિનાર, તાલીમ કાર્યક્રમો અને પ્રેરણાદાયી વ્યાખ્યાનો યોજાશે.

આ આરોગ્ય મંદિરની સૌથી અનોખી અને સ્પર્શી જાય તેવી વિશિષ્ટતા એ છે કે અહીં કોઈ કેશ બારી જ રાખવામાં આવી નથી. દર્દીઓ પાસેથી તપાસ, દવાઓ, સર્જરી કે ઓપરેશનનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી તમામ સારવાર તદ્દન ફ્રી અને સસ્મિત પૂરી પાડવામાં આવે છે. આટલું જ નહીં, અહીં આવતા દર્દીઓ તેમજ તેમની સાથેના સગા સંબંધીઓ એટેન્ડન્ટ્સ માટે પણ નિઃશુલ્ક ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. વર્તમાન સમયે પણ રોજના ૧,૫૦૦થી વધુ દર્દીઓ આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે.
હાલ આ હોસ્પિટલનો માસિક સંચાલન ખર્ચ રૂપિયા ૧.૪ કરોડ જેટલો છે, જે નવી સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ સુવિધાઓ કાર્યરત થતાં વધીને માસિક રૂ. ૨ કરોડથી વધુ થઈ જશે. ઈશ્વર કૃપા, ઉદારમના દાતાશ્રીઓના સહયોગ અને પ.પૂ. મોરારીબાપુના પાવન આશીર્વાદથી આ માનવસેવા યજ્ઞ નિરંતર ધબકી રહ્યો છે.

આગામી ૮ જાન્યુઆરીના આ ભવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટીગણ અને સમગ્ર કર્મચારીગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્રસંગે સામાજિક, રાજકીય અગ્રણીઓ અને દાતાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ તકે જાફરાબાદ ની સંસ્થાઓ સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી કિશોરભાઈ આર. સોલંકી તેમજ સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ ના નેશનલ ચેરમેન શ્રી એચ.એમ. ઘોરી સાહેબ આ તકે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા ચાલતી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ને આ સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા તેમજ સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશ કટારીયા સાહેબ ને તેમજ આ આરોગ્ય મંદિર ના તમામ સ્ટાફ ને જાફરાબાદ ની બન્ને સંસ્થાઓ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
📲Get App