🔥 TRENDING જ્યાં જનતાનો વિશ્વાસ છે, ત્યાં સુરક્ષા... खेड़ रणछोड़ राय मंदिर में आज सजेगा भव्... Shailendra Kumar Takes Interim Charge... J&K Govt Sets Up Rent Authorities and... Jammu & Kashmir to See Light Rain and... આજે પાટણ - ડીસા હાઈવે સ્થિત વાગડોદ ખાત...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભરૂચ-દહેજ રોડ પર લક્ઝરી બસો બેફામ દોડી, મુસાફરોના જીવ જોખમમાં

✍️ Reporter: Shahid Mansuri 🗓 09 Oct 2026, 08:02 PM 👁 158
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ થી દહેજ જતા રોડ પર લક્ઝરી બસો દ્વારા બેફામ ડ્રાઇવિંગ અને રોંગ સાઇડમાં વાહનો ચલાવી મુસાફરોના જીવ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા કાર્યવાહીની માંગ ઉઠી છે.

ભરૂચ થી દહેજ જતા માર્ગ પર લક્ઝરી બસો દ્વારા બેફામ ડ્રાઇવિંગનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. બસ ચાલકો મનસ્વી રીતે વાહનો ચલાવી સામેથી આવતા વાહનો સાથે અથડાવી દાદાગીરી કરી રહ્યા છે, જેના કારણે મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે. આ પ્રકારની બેદરકારી ક્યારેક મોટા અકસ્માતને નોતરી શકે છે, ત્યારે આવા કિસ્સાઓમાં જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન ઉભો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અનેક બસ ચાલકો પાસે યોગ્ય ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે કેમ તે પણ શંકાસ્પદ છે. જો લાઇસન્સ હોય તો પણ આ પ્રકારનું બેફામ ડ્રાઇવિંગ સૂચવે છે કે તેઓ તાલીમનો અભાવ ધરાવે છે. ડ્રાઇવિંગ લાઇસન્સ અને પૂરતી તાલીમના અભાવે જ આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે.

આ મામલે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ પ્રશ્ન કર્યો છે કે શું તંત્ર આવા બેફામ બસ ચાલકો સામે કડક કાર્યવાહી કરશે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જોશે? તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય પગલાં લેવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી રહી છે.
📲Get App