🔥 ट्रेंडिंग તહેવાર झारखंड के मुख्यमंत्री हेमंत सोरेन की म... डेली यूनिवर्सिटी ने अंतरराष्ट्रीय जॉब... नवरात्र में दिल्ली के मंदिरों के पास म... बैतूल में चोरों ने एक एकड़ धनिया की फस... सिकंदराराऊ: चकबंदी कार्यालय पर हंगामा,...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માંગરોળની બહુપ્રતિભાશાળી યુવતી પલ જોશીને આરોગ્ય સેવા બદલ 'નારી ગૌરવ' પુરસ્કાર
स्थानीय

માંગરોળની બહુપ્રતિભાશાળી યુવતી પલ જોશીને આરોગ્ય સેવા બદલ 'નારી ગૌરવ' પુરસ્કાર

✍️ रिपोर्टर: Gadhiya Sudipbhai 🗓 07 अक्टू. 2026, 09:05 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય સરકાર દ્વારા આયોજિત 'વિકાસ જ્યોતિ યાત્રા' કાર્યક્રમમાં માંગરોળની યુવતી પલ રમેશભાઈ જોશીને આરોગ્ય વિભાગની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ જિલ્લા પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે 'નારી ગૌરવ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

માંગરોળમાં આજે રાજ્ય સરકાર દ્વારા આયોજિત 'વિકાસ જ્યોતિ યાત્રા' કાર્યક્રમમાં માંગરોળના ગૌરવવંતા અને જાણીતા ઉદ્ઘોષક શ્રી રમેશભાઈ જોશીના સુપુત્રી તથા બહુપ્રતિભાશાળી યુવતી કુ. પલ રમેશભાઈ જોશીને આરોગ્ય વિભાગની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી/અધિકારી શ્રી અરવિંદભાઈ રૈયાણીના વરદ્ હસ્તે તેમને 'નારી ગૌરવ' પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે.

કુ. પલ રમેશભાઈ જોશી માત્ર આરોગ્ય ક્ષેત્રે જ નહીં, પરંતુ કલા, સંસ્કૃતિ અને વક્તૃત્વ ક્ષેત્રે પણ અનેક સિદ્ધિઓ પોતાના નામે કરી ચુક્યા છે. કોરોના મહામારીના કપરા સમયમાં ઉત્કૃષ્ટ માનવસેવા આપવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ દૂરદર્શન પર સફળ ઉદ્ઘોષણા કરી ચૂક્યા છે તેમજ ભરત નાટ્યમ, ઉત્કૃષ્ટ અભિનય અને નાટક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે.

નાટક અને સાહિત્ય ક્ષેત્રે તેમણે ચર્ચિત નાટક 'દરિયાની દીકરી' માં મુખ્ય નાયિકા તરીકે યાદગાર અભિનય આપી યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. વક્તૃત્વ કળામાં પણ તેઓએ રાજ્ય કક્ષાએ પ્રથમ પુરસ્કાર મેળવીને માંગરોળ અને સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે.

આજે 'વિકાસ જ્યોતિ યાત્રા' જેવા ભવ્ય કાર્યક્રમમાં કુ. પલ રમેશભાઈ જોશીની બહુમુખી પ્રતિભા અને આરોગ્ય સેવાઓની નોંધ લઈને 'નારી ગૌરવ' સન્માન મળતા માંગરોળ નગરના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓએ ભારે હર્ષની લાગણી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી છે.
📲Get App